Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Kshatriya Community Controversy : જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યું: પ્રજ્ઞાબા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) માં રોષ ફેલાયો...
kshatriya community controversy  ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Advertisement
  • Kshatriya Community Controversy : જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા
  • પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યું: પ્રજ્ઞાબા
  • સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું

Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) માં રોષ ફેલાયો છે. જેમાં જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રજ્ઞાબાએ જણાવ્યું છે કે સ્વાર્થ માટે પક્ષપલટો કરી શકે તેની પાસે આવી જ અપેક્ષા રખાય પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યુ છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. જયરાજસિંહ પરમારને ઈતિહાસની ખબર નથી. તમામ લોકોને ખબર છે કે ક્ષત્રિયોએ શું બલિદાન આપ્યું છે. ભાજપના શીર્ષ નેતૃત્વને રૂપાલા વખતે ઘણું નુકસાન થયુ હતુ. ફરી આવા લોકોના નિવેદનથી પાર્ટીને નુકશાન થશે. આવા પ્રવક્તાઓને પાર્ટીએ પણ ન સાચવવા જોઈએ.

જાણો શું હતો સમગ્ર મામલો

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું આયોજન માણસા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે રાજપૂત સમાજના ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આના જવાબમાં માણસાના રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમને રાજપૂત સમાજ (Kshatriya Community) નો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી.

Advertisement

Advertisement

Kshatriya Community Controversy: સાહેબે કહ્યું- ખોટી માહિતી ન આપો

યોગરાજસિંહ રાઓલે કાર્યક્રમમાં હાજર રહેલા રાજપૂત સમાજના લોકો સમક્ષ જણાવ્યું, “ખોટી માહિતી ન આપો. તમે રાજપૂતોનો ઇતિહાસ ખોટો રજૂ ન કરો.” તેમણે જયરાજસિંહ પરમારના નિવેદનોને સમાજની અસ્મિતા અને ગૌરવ સામે અપમાનજનક ગણાવ્યા અને કડક ભાષામાં તેમની ટીકા કરી. યોગરાજસિંહે ભારપૂર્વક જણાવ્યું કે રાજપૂત સમાજની વીરતા અને બલિદાનનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે અને તેની સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં. જ્યારે જયરાજસિંહ પરમાર સ્ટેજ ઉપર ઉભા રહીને પોતાના સમાજ વિશે વાત કરી રહ્યાં હતા. તે સમયે જ તેમની વાતને વચ્ચે રોકીને જ તેમને ખોટો ઇતિહાસ રજૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન જયરાજ સિંહ કહેતા રહ્યાં હતા કે, મારી પણ થોડી વાત સાંભળી લો.. જયરાજ સિંહે કહ્યું હતુ કે, બ્રાહ્મણ, ક્ષેત્રિય અને વૈશ્ય અને શૂદ્રોમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી.

જિલ્લામાં રાજપૂત સમાજ (Kshatriya Community) માં ભારે ચર્ચા જગાવી

આ ઘટનાએ માણસા અને ગાંધીનગર જિલ્લામાં રાજપૂત સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. જયરાજસિંહ પરમાર, જેઓ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હતા અને હવે ભાજપ સાથે જોડાયેલા છે, તેમના નિવેદનોને રાજપૂત સમાજે અપમાનજનક ગણાવ્યા છે. આ ઘટના ખાસ કરીને રાજકીય રીતે સંવેદનશીલ બની છે, કારણ કે જયરાજસિંહ પરમારે ભાજપના પ્લેટફોર્મ પરથી આ નિવેદનો આપ્યા હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: World Elephant Day: પોતાના ઘર દાલમા અભયારણ્યમાં જોખમમાં છે ગજરાજ

Tags :
Advertisement

.

×