ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh 2025 : કુંભમેળામાં જવાનું વિચારી રહ્યો છો ? આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત

43 દિવસ ચાલનારા કુંભમેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓનાં આગમનની શક્યતા છે.
12:47 PM Jan 07, 2025 IST | Vipul Sen
43 દિવસ ચાલનારા કુંભમેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓનાં આગમનની શક્યતા છે.
Mahakumbh_Gujarat_first
  1. મહાકુંભને લઇ રાજ્યનાં અલગ-અલગ શહેરમાંથી સ્પેશિયલ ટ્રેન દોડશે (Mahakumbh 2025)
  2. મુસાફરોની સુવિધા માટે વિશેષ 6 ટ્રેન દોડાવાશે
  3. સાબરમતી–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ ટ્રેન દોડશે
  4. વલસાડ–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ ટ્રેન દોડશે

ઉત્તરપ્રદેશનાં (UP) પ્રયાગરાજમાં મહાકુંભ 2025 નું (Mahakumbh 2025) ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે, ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ મેલાની મુલાકાતે જવાનાં છે. આથી, શ્રદ્ધાળુઓની સુવિધા માટે અલગ-અલગ શહેરમાંથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. મહાકુંભનાં શ્રદ્ધાળુઓ માટે 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. 43 દિવસ ચાલનારા કુંભમેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓનાં આગમનની શક્યતા છે.

આ પણ વાંચો - HMPV ને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી તૈયારી

અલગ-અલગ શહેરોથી 6 જેટલી વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ મેળો 2025 13 મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 26 મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થશે. ત્યારે રાજ્યમાંથી મોટી સંખ્યમાં નાગરિકો મહાકુંભ મેળાની મુલાકાત લેવાનાં હોવાથી રાજ્ય રેલવે વિભાગ (Railway Department) દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ શહેરોમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, પશ્ચિમ રેલવે વિભાગે મહાકુંભ મેળા (Mahakumbh 2025) દરમિયાન શ્રદ્ધાળુઓનાં ઘસારાને ધ્યાનમાં રાખીને 6 જેટલી વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જેમાં સાબરમતી–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ ટ્રેન દોડશે.

આ પણ વાંચો - Mahakumbh 2025: મહાકુંભમાં જારી થયા 6 રંગના ઈ-પાસ, જાણો કયા રંગનો પાસ કોને મળશે

મહાકુંભ મેળામાં અંદાજે 40 કરોડ શ્રદ્ધાળુઓનાં આગમનની શક્યતા

આ સિવાય, વલસાડ–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ સહિતની ટ્રેનો સ્પેશિયલ ભાડા પર વન-વે ચલાવવામાં આવી આવશે. મુસાફરો દ્વારા આ ટ્રેનની સુવિધાનો લાભ લેવામાં આવી રહ્યો છે અને તેનો પ્રતિસાદ સારો છે તેમ રેલવે વિભાગનાં જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ જણાવ્યું હતું. માહિતી અનુસાર, 43 દિવસ ચાલનારા આ મહાકુંભ મેળામાં અંદાજે 40 કરોડ શ્રદ્ધાળુઓનાં આગમનની શક્યતા છે.

આ પણ વાંચો - તપોભૂમિ ગ્રંથનું આજે વિમોચન : ગુજરાતની આદ્યાત્મિક વિરાસતનાં થશે સચિત્ર દર્શન

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMahakumbh MelaMahakumbh-2025News In GujaratiPrayagrajRailway DepartmentSabarmati-PrayagrajUdhna-Prayagraj trainsWestern Railway Department
Next Article