Bahiyal Demolition: ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન, અસામાજિક તત્વોનો સ્પષ્ટ સંદેશ
- Bahiyal Demolition:પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની પ્રક્રિયા થઇ છે
- રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયો
- હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઇ છે
Bahiyal Demolition: ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન થયુ છે. પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની પ્રક્રિયા થઇ છે. હાલ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના હસ્તગત જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી સામાજિક તત્વોને બેઠા મરેલા તત્વો માટે સ્પષ્ટ મેસેજ છે. જેમાં ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે.
હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઇ
હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઇ છે. પ્રશાસનની કાર્યવાહી પહેલા સ્થાનિકોએ જ ગેરકાયદે દબાણ હટાવ્યુ છે. બહિયલ ગામમાં મુખ્ય બજારમાં નોટિસ બાદ દુકાનો દૂર કરાઈ છે. પ્રશાસન દ્વારા અન્ય દુકાનોનું ડિમોલિશન હાથ ધરાયું છે. ડિમોલિશનના પગલે 250થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં છે. જેમાં ગાંધીનગર SP, 1 ASP, 7 PI, 13 PSI સહિતના અધિકારીઓ હાજર છે. R&B વિભાગના હસ્તગતની જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે. હાલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયો છે. SPએ જણાવ્યું છે કે આ કાર્યવાહી અસામાજિક તત્વોનો સ્પષ્ટ સંદેશ છે.
Gandhinagar | Bahial તોફાનકાંડ પછી હવે બુલડોઝર એક્શન | Gujarat First
Dahegam ના Bahial માં મેગા ડિમોલિશન હાથ ધરાયુ
હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી
પ્રશાસનની કાર્યવાહી પહેલા સ્થાનિકોએ જ ગેરકાયદે દબાણ હટાવ્યુ
બહિયલ ગામમાં મુખ્ય બજારમાં નોટિસ બાદ દુકાનો દૂર કરાઈ… pic.twitter.com/pzZqwV8yux— Gujarat First (@GujaratFirst) October 9, 2025
Bahiyal Demolition: ગેરકાયદેસર રીતે બનાવાયેલા દબાણો સામે તાત્કાલિક બુલડોઝર એક્શન
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામના આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા વિશાળ ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વિના મંજૂરીના રહેઠાણો અને દુકાનો ઉભી કરવામાં આવી હતી. તદુપરાંત, સરકારી જમીન પર આ પ્રકારના દબાણોને લઈને શહેરી વિકાસ યોજના પણ અટવાઈ રહી હતી. દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા પર પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને સળગાવવાની ઘટના બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગેરકાયદેસર રીતે બનાવાયેલા દબાણો સામે તાત્કાલિક બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે.
અમુક વિસ્તારોમાં નાગરિકો દ્વારા વિરોધ પણ નોંધાયો છે
ગામના રસ્તાની આજુબાજુ આવેલા કાચા-પાકા દબાણો તોડી પાડવા માટે તોફાની તત્વો સહિત અંદાજિત 51 જેટલા દબાણકારોને નોટિસો આપી બે દિવસનો સમય અપાયો હતો. ત્યારે ગેરકાયદેસર દબાણો પર ગુરુવારે વહેલી સવારે ડેમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આખા વિસ્તારમાં દબાણો અને કાયદેસર વિરૂદ્ધ પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની શરૂઆત છે. તાજેતરમાં, પથ્થરમારો કરનાર કેટલાક આરોપીઓએ પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સ્થાપિત કર્યા હતા, જેના પરિણામે આ અધિકારીઓએ વધુ સખત કાર્યવાહી કરવાની જરૂરિયાત અનુભવી છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ, SRP તેમજ નગરપાલિકાની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. નોટિસ અપાઈ ચૂકેલા ઘરોએ ઘણી જગ્યાએથી પોતાની જાતે ઘર ખાલી કરી દીધાં હતા, જ્યારે અમુક વિસ્તારોમાં નાગરિકો દ્વારા વિરોધ પણ નોંધાયો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 9 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


