Gandhinagar Mega demolition: ગેરકાયદેસર દબાણો હટાવી 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાઇ
- Gandhinagar Mega demolition: ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા
- સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં, જીઇબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં ડિમોલિશન
- ગાંધીનગર કોર્પોરેશન અને RNBની 20 ટિમો સાથે દબાણ હટાવાયુ
Gandhinagar Mega demolition: ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા છે. ગાંધીનગરના સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં, જીઇબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર કોર્પોરેશન અને RNBની 20 ટિમો સાથે દબાણ હટાવાયુ છે.
1 લાખ સ્કવેર મીટરથી વધુ જમીન પરના દબાણો પર બુલડોઝરે
સરકારી જગ્યામાં બાંધકામ કરીને ઊભા કરી દેવાયેલા 1 લાખ સ્કવેર મીટરથી વધુ જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. દબાણ કરાયેલ 1 હજાર કરોડની સરકારી જમીન ખુલી કરાઇ છે. ગાંધીનગર પોલીસના 700થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઇ છે.
પાટનગર Gandhinagar માં ફરી વળ્યું દાદાનું બુલડોઝર । Gujarat First#Gandhinagar #Demolition #MegaDemolition #IllegalConstruction #SabarmatiRiverfront #UrbanDevelopment #BulldozerAction #GandhinagarNews #gujaratfirst pic.twitter.com/W56yeY9sqq
— Gujarat First (@GujaratFirst) September 18, 2025
Gandhinagar Mega demolition: 10 સપ્ટેમ્બરના રોજ દબાણ કર્તાઓને નોટિસ આપવામાં આવી હતી
10 સપ્ટેમ્બરના રોજ દબાણ કર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. તથા ગેરકાયદેસર દબાણકર્તાઓ પુરાવાઓ ન આપી શકતા આજે દબાણો દૂર કરાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 700થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


