Mehsana : સાવચેત રહેજો! રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો
- રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો (Mehsana)
- મહેસાણાનાં 69 વર્ષીય મહિલા પોઝિટિવ
- મહિલા અમદાવાદમાં સારવાર માટે પહોંચી
- ઝાયડસ હોસ્પિટલમાં મહિલા સારવાર હેઠળ
ચીનમાં હાહાકાર મચાવનાર હ્યુમન મેટાન્યુમોવાઇરસનો (HMPV) વધુ એક કેસ રાજ્યમાં નોંધાયો છે. મહેસાણાનાં (Mehsana) 69 વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યા છે. હાલ મહિલા દર્દીને સારવાર માટે અમદાવાદની (Ahmedabad) ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા છે. જો કે, હાલમાં માત્ર એક જ કેસ એક્ટિવ છે.
આ પણ વાંચો - Mahisagar : જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં ?
મહેસાણાનાં 69 વર્ષીય મહિલા HMPV પોઝિટિવ
ચીનમાં (China) ફેલાયેલ હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) એ વિશ્વની ચિંતા વધારી છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાઇરસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આ વાઇરસનાં કેસ સતત સામે આવી રહ્યા છે. રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો છે. માહિતી અનુસાર, મહેસાણાનાં 69 વર્ષીય મહિલા HMPV પોઝિટિવ આવ્યા છે. મહિલાને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Zydus Hospital) સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ, તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!
અમદાવાદમાં કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા, 1 એક્ટિવ
જણાવી દઈએ કે, અમદાવાદમાં HMPV નાં કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે હાલમાં માત્ર એક જ કેસ એક્ટિવ છે. નોંધનીય છે કે, કોરોના (Corona) કાળથી બોધપાઠ લઈ અને HMPV ની ગંભીરતાને સમજી તંત્રે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં હોસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ ઊભા કરાયા છે. સાથે જ જાગૃતિનાં ભાગરૂપે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, વેઈટિંગવાળાને હાશકારો!


