ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: શિક્ષક દંપતીના કૌભાંડમાં મોટો ખુલાસો, LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં

Mehsana: બીઝેડ બાદ હવે શિક્ષણ દંપતીએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહેસાણામાં શિક્ષક દંપતીને ત્યાંથી LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં છે,
02:09 PM Jan 23, 2025 IST | VIMAL PRAJAPATI
Mehsana: બીઝેડ બાદ હવે શિક્ષણ દંપતીએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહેસાણામાં શિક્ષક દંપતીને ત્યાંથી LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં છે,
Mehsana
  1. કડીના શિક્ષક દંપતીએ ગાંધીનગરમાં જમીનો ખરીદી
  2. રતનપરમાં ભાગીદાર તરીકે 4.80 કરોડની જમીન ખરીદી
  3. ત્રાગડમાં 1.75 કરોડની મિલકત પણ તપાસમાં મળી
  4. કૌટુંબિક સંબંધીઓના નામે મિલકત ખરીદ્યાનો ખુલાસો

Mehsana: ગુજરાત અત્યારે અનેક કૌભાંડો માટે ચર્ચામાં છે, અનેક એવા સ્કેમ સામે આવ્યાં છે જેમાં આરોપીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. બીઝેડ બાદ હવે શિક્ષણ દંપતીએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહેસાણામાં શિક્ષક દંપતીને ત્યાંથી LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં છે, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થયાં છે. આ શિક્ષક દંપતી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત

અંદાજે 100 કરોડથી વધુનું શિક્ષક દંપતીએ ફેરવ્યુ ફુલેકું

નોંધનીય છે કે, LCBની તપાસમાં અનેક મિલકતના દસ્તાવેજો મળ્યાં છે. જેમાં કડીના શિક્ષક દંપતીએ ગાંધીનગરમાં જમીનો ખરીદી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ રતનપરમાં ભાગીદાર તરીકે 4.80 કરોડની જમીન ખરીદી હતી. આ સાથે સાથે ત્રાગડમાં 1.75 કરોડની મિલકત પણ તપાસ દરમિયાન મળી આવી છે. હવે કૌટુંબિક સંબંધીઓના નામે મિલકત હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ તપાસમાં અનેક એવા ખુલાસાઓ થયાં છે.

આ પણ વાંચો: Rajkot: યુવકે ઘરે જઈને મહિલા પર ફેંક્યું એસિડ, સોખડા ગામમાં બની હિચકારી ઘટના

દેત્રોજની શોભાસણ શાળાનું કૌભાંડી દંપતી હાલ ફરાર

ચોંકાવનારી વાત એ છે કે, અન્ય 10 શિક્ષકોના 28 કરોડ ખંખેર્યા હોવાનો ખુલાસો થયો છે. આ સાથે સાથે અંદાજે 100 કરોડથી વધુનું શિક્ષક દંપતીએ ફુલેકું ફેરવ્યુ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, ખાતાકીય તપાસ માટે શિક્ષણ વિભાગને રિપોર્ટ કરાયો છે. જો કે, દેત્રોજની શોભાસણ શાળાના કૌભાંડી દંપતી હાલ ફરાર થઈ ગયાં છે. જેમને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો: પતંજલિના નામે વેચતા હતા સબ સ્ટાન્ડર્ડ માલ, 13 શકમંદોને ફટકારાયો રૂપિયા 280000 નો દંડ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GandhinagarGandhinagar NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsland property documents foundLatest Gujarati NewsLCB investigationMehsana Big revelations scamproperty documents foundTeacher Coupleteacher couple scam
Next Article