ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : વિજાપુર પાસે ગમખ્વાર અકસ્માત, કાર-રિક્ષાની ટક્કરમાં 28 દિવસના માસૂમનું મોત

વસાઇ ગામ (Vasai) નજીક પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતા તેમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
06:58 PM Aug 03, 2025 IST | Vipul Sen
વસાઇ ગામ (Vasai) નજીક પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતા તેમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
Mehsana_Gujarat_first
  1. મહેસાણાનાં વિજાપુર પાસે હચમચાવી દે તેવો અકસ્માત (Mehsana)
  2. કારચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ, CCTV આવ્યા સામે
  3. વિજાપુરનાં વસાઈ ગામ નજીક આકસ્માતમાં 28 દિવસનાં બાળકનું મોત
  4. રિક્ષામાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Mehsana : મહેસાણા જિલ્લાનાં વિજાપુર (Vijapur) પાસે ગંભીર અક્સમાતની ઘટના બની છે, જેના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વસાઇ ગામ (Vasai) નજીક પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતા તેમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે. જ્યારે, માત્ર 28 દિવસનાં માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. હાઈવે ક્રોસ કરતી વખતે ફૂલ સ્પીડમાં આવતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ રુંવાડા ઊભા કરે એવા છે.

આ પણ વાંચો -Amreli : બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત, વનતંત્ર દોડતું થયું!

કારચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ, CCTV આવ્યા સામે

મહેસાણા જિલ્લાના (Mehsana) વિજાપુર પાસે હાઇવે પર રોડ ક્રોસ કરતી રિક્ષાને પૂરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઘવાયા છે. જ્યારે, માત્ર 28 દિવસનાં માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે રિક્ષાને કારચાલકે અડફેટે લીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, રિક્ષામાં સવાર પરિવાર વિસનગર જઈ રહ્યો હતો.

આ પણ વાંચો -VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓના તમામ ઠેકાણેથી માહિતી એકત્ર કરાશે

3 ઘવાયા, 28 દિવસનાં માસૂમનું મોત

પરિવાર 28 દિવસનાં દીકરાની આંખની સારવાર માટે વિસનગર હોસ્પિટલ (Visnagar Hospital) લઈ જઈ રહ્યા હતા. દરમિયાન, હાઇવે પર પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવારનાં ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે, માત્ર 28 દિવસનાં વ્હાલસોયાનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો - Surat : ડિલિવરી બોય મિત્રને કામ નહોતું મળતું, ધો.10 માં ભણતો મિત્ર નાપાસ થયો, તણાવમાં બંને ભર્યું અંતિમ પગલું!

Tags :
Car and AutoRickshaw AccidentCctv FootageGUJARAT FIRST NEWSMehsanaTop Gujarati NewsVasaiVijapurVisnagar Hospital
Next Article