Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માનવતાભરી ઘટનાના સાક્ષી બન્યા

અકસ્માતમાં ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો
mehsana  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માનવતાભરી ઘટનાના સાક્ષી બન્યા
Advertisement
  • Mehsana થી વિસનગર જતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાને વ્હારે આવ્યા Health Minister Rushikesh Patel
  • અકસ્માતમાં ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો
  • અન્ય યુવકને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી મૂકીને આવ્યા આરોગ્યમંત્રી

Mehsana થી વિસનગર તરફ જતા સમયે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Rushikesh Patel) એક અનોખી માનવતાભરી ઘટનાના સાક્ષી બન્યા છે. રસ્તામાં એક દુર્ઘટના થયેલી જોઈ તેમણે તરત જ પોતાની કાર રોકાવી હતી. સામાન્ય રીતે વ્યસ્ત કાર્યક્રમોમાં રહેનારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોઈ વિલંબ કર્યા વિના પોતે જ ઘાયલ વ્યક્તિની પાસે જઈ સ્થિતિની માહિતી લીધી હતી.

પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી આરોગ્યમંત્રી મૂકીને આવ્યા

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવા તેમણે પોતાના સહયોગીઓને તરત જ કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. તેમજ અન્ય યુવક જેને સામાન્ય ઇજાઓ થઇ હતી અને પરીક્ષા આપવા જતો હતો તેને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી આરોગ્યમંત્રી મૂકીને આવ્યા હતા.

Advertisement

Advertisement

ઝડપી તબીબી સહાયની વ્યવસ્થા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) તાત્કાલિક તબીબી મદદ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલ વ્યક્તિને નજીકના હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તેમની સંવેદનશીલતા એટલી સ્પષ્ટ હતી કે તેમણે હોસ્પિટલ સુધી ઘાયલની તબિયત વિશે સતત માહિતી મેળવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના કર્મચારીઓને પણ સૂચના આપી કે આવા બનાવોમાં તરત જ રિસ્પોન્સ આપવો જોઈએ.

લોકોએ કરી પ્રશંસા

આ ઘટનાનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો આરોગ્ય મંત્રી (Health Minister Rushikesh Patel) ના આ માનવતાભર્યા કૃત્યની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ જણાવ્યું કે “મંત્રીએ પોતાના પદથી પણ વધુ માનવતા દેખાડી છે.” વિસનગર અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાએ ઉદાહરણરૂપ સંદેશ આપ્યો છે કે રાજકારણથી પરે જઈને માનવીય સંવેદના હંમેશા પ્રથમ હોવી જોઈએ.

આ પણ વાંચો: Madhya Pradesh: બાળકોને 'ઝેરી' કફ સિરપ લખવા બદલ ડોક્ટરની ધરપકડ; 10 માસૂમ બાળકોના મૃત્યુ બાદ મોટી કાર્યવાહી

Tags :
Advertisement

.

×