Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : ભક્તિ હરિ સ્વામીના વાણીવિલાસ બાદ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્યો કેમ છે મૌન ?

સ્વામી ભક્તિ હરિએ ચારણ બાઈનું નામ લઈ વિવાદિત ટિપ્પણી કર્યાનો વાઇરલ વીડિયો સામે આવતા ચારણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
morbi   ભક્તિ હરિ સ્વામીના વાણીવિલાસ બાદ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્યો કેમ છે મૌન
Advertisement
  1. કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્વામીનો બફાટ (Morbi)
  2. હળવદનાં ભક્તિ હરિ સ્વામીએ કરી વિવાદિત ટિપ્પણી
  3. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનાં છે ભક્તિ હરિ સ્વામી
  4. ચારણ બાઈનું નામ લઈ ભક્તિ હરિ સ્વામીનો વાણીવિલાસ!

મોરબી જિલ્લાનાં (Morbi) હળવડ તાલુકામાં રણજિતગઢમાં આવેલા હરિકૃષ્ણ ધામનાં અને કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી ભક્તિ હરિએ (Bhaktihari Swami) ચારણ બાઈનું નામ લઈ વિવાદિત ટિપ્પણી કર્યાનો વાઇરલ વીડિયો સામે આવતા ચારણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ત્યારે આ મામલે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના (Kalupur Swaminarayan Sampraday) આચાર્યો કેમ મૌન છે ? તેવા સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Morbi : વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી

Advertisement

Advertisement

"ચારણ બાઈનો મંત્રેલો પારો જોઈને પાછા વળી ગયા"

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના અને હળવડ તાલુકામાં (Halvad) હરિકૃષ્ણ ધામનાં સ્વામી ભક્તિ હરિએ (Bhaktihari Swami) ચારણ બાઈનું નામ લઈ વાણીવિલાસ કર્યાનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સ્વામી કહે છે કે, ''જીવરાજભાઈને સ્વામી નારાયણ ભગવાને દર્શન આપ્યા હતા. ચારણ બાઈનો મંત્રેલો પારો જોઈને પાછા વળી ગયા. ભગવાન દુઃખ મટાડવા આવ્યા પણ ગળામાં પારો હતો. ચારણ બાઈએ આપેલો પારો જોઈને પાછા વળી ગયા. ગળામાં બાંધેલો પારો જોઈને ભગવાન પાછા વળી ગયા.'' રણમલપુર ગામે (Morbi) ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં ભક્તિ હરિ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીનો આ વીડિયો સામે આવતા ચારણ સમાજમાં (Charan Samaj) ભારે રોષ છે. સ્વામી માફી માગે તેવી માગ પણ ઊઠી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સ્વામીઓની અજ્ઞાનવાણી સામે આવતા લોકોમાં આક્રોશ છે અને સવાલ થઈ રહ્યા છે કે...

આ પણ વાંચો - Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!

> પોતાનાં ધર્મને મોટો બનાવવા બીજાને કેમ નીચા દેખાડો છો ?
> કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયનાં આચાર્યો કેમ છે મૌન ?
> કાલુપુર નરનારાયણ દેવ મંદિરના મહંત પુરુષોત્તમ પ્રકાશ સ્વામી કેમ મૌન છે ?
> કાલુપુર ગાદીનાં આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે કેમ ચૂપકીદી સેવી લીધી છે ?
> સંપ્રદાયની શરૂઆત જે મંદિરથી થઈ એ કાલુપુરનાં સ્વામીનાં આવા બોલ કેમ ?
> બીજાને નીચું દેખાડતા શબ્દો એક સ્વામીને કેટલા શોભે ?
> એક સ્વામી થઈને કોઈનાં વિશે કેમ આવા વેણ નીકળે છે ?
> આવા સ્વામીનાં ભગવા કપડા કેમ ઉતારી નથી લેતા ?
> શું જાણી જોઈને બીજાને નીચું દેખાડવાનો પ્રયાસ છે ?
> શું કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો ભાગ નથી ?
> તો સનાતન ધર્મમાં જ કેમ ફાંટા પાડવાનો પ્રયાસ કરો છો ?

આ પણ વાંચો - ‘મહાભારત જેવું કાંઈ થયું જ નથી’ જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×