Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?

વનરાજસિંહ એ વીડિયો બનાવી સ્પષ્ટતા કરી છે અને તેને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે.
nursing exam scam   ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો video  જાણો શું કહ્યું
Advertisement
  1. Nursing Exam Scam ને લઈ સૌથી મોટો ખુલાસો Gujarat First પર!
  2. નર્સિંગ યુનિયન એસો. માં સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણની ચેટ વાઇરલ
  3. વાઇરલ ચેટ અંગે વનરાજસિંહ ચૌહાણે વીડિયો બનાવી કરી સ્પષ્ટતા
  4. ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે : વનરાજસિંહ

નર્સિંગ ભરતી પરીક્ષામાં ગેરરીતિને (Nursing Exam Scam) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ વિવાદમાં નર્સિંગ યુનિયન એસો. માં સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણની (Vanrajsingh Chauhan) ચેટ વાઇરલ થઈ હતી. જે બાદ વનરાજસિંહ એ વીડિયો બનાવી સ્પષ્ટતા કરી છે અને તેને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. વનરાજસિંહે વીડિયોમાં કહ્યું કે, મારા જવાબને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો -નર્સિંગ પરીક્ષામાં મોટુ કૌભાંડ, ચોક્કસ વ્યક્તિએ કાઢેલું આખેઆખુ પેપર પુછાઇ ગયું હોવાનો દાવો

Advertisement

Advertisement

ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે : વનરાજસિંહ

નર્સિંગ ભરતી પરીક્ષા વિવાદમાં (Nursing Exam Scam) નર્સિંગ યુનિયન એસો. માં સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણની ચેટ વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગે ખુદ વનરાજસિંહ ચૌહાણે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી છે. વીડિયોમાં વનરાજસિંહ ચૌહાણે કહ્યું કે, મને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ પેપર બાદ વિદ્યાર્થીઓનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સર તમે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું તે પ્રમાણે જ પેપર આવ્યું. તૈયારી કરી હતી એ જ પ્રમાણે પેપર આવ્યું છે. પરીક્ષા બાદ પેપર આવતા ગૃપમાં લખ્યું હતું.

સરકારી કર્મચારી હોવા છતાં ચલાવે છે નર્સિંગ એકેડમી!

આ પણ વાંચો -Ahmedabad : યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ

વનરાજસિંહે આગળ કહ્યું કે, એક સલાહકાર તરીકે મેં સલાહ આપી મેસેજ કર્યો હતો પરંતુ, કેટલાક લોકોએ તેને ઊંધી રીતે લઈને ખોટી રીતે પ્રદર્શિત કર્યું છે, જેથી મારી બદનામી થાય. વનરાજસિંહે આ આરોપોને તથ્ય વગરનાં ગણાવ્યા છે. જણાવી દઈએ કે, વનરાજસિંહ ચૌહાણ (Vanrajsingh Chauhan) પોતે પણ સરકારી કર્મચારી છે અને સરકારી કર્મચારી હોવા છતાં પણ નર્સિંગ એકેડમી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. કુડાસણમાં ફ્લોરેન્સ નર્સિંગ અકેડમી (Florence Nursing Academy) વનરાજસિંહ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. વનરાજસિંહ અડાજણ PHC માં ફરજ બજાવે છે. જો કે, નર્સિંગ ભરતી પરીક્ષા વિવાદમાં એક સરકારી કર્મચારીની ચેટ વાઇરલ થતા અનેક તર્ક- વિતર્ક થઈ રહ્યા છે. સાથે જ અનેક સવાલ પણ ઊભા થયા છે કે...

1 શું આ જ કર્મચારી-અધિકારીઓ સાથે સેટિંગ કરી પેપર સેટ કરે છે ?
2 જો સંડોવણી સામે આવી તો ઉમેદવારોનું શું થશે ?
3 70 હજાર ઉમેદવારોએ નર્સિંગ ભરતીની પરીક્ષા આપી હતી, તેમનું શું થશે ?
4 હજારોનાં સપના પર પાણી ફેરવવાનો હક વનરાજસિંહને કોણે આપ્યો ?
5 GTU ની તપાસ પણ શંકાનાં દાયરામાં! કેમ GTU તપાસમાં મોડું કરી રહ્યું છે ?

વનરાજસિંહ ચૌહાણનો મેસેજ વાઇરલ થયો હતો

જણાવી દઈે કે, આ વિવાદ વચ્ચે વનરાજસિંહ ચૌહાણનો વ્હોટ્સએપ મેસેજ ફરતો થયો હતો, જેમાં તેને લખ્યું હતું કે, આપણે જે પેપર કાઢ્યું હતું તે આખુ પેપર આવી ગયું છે. તમે પરીક્ષા આપવા માટે નહીં પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાઇનમાં ઊભા છો તેવું વિચારો. તમે તમારે કયું CHC સેન્ટર જોઇએ છે તે અંગે વિચારો. ગેરરીતિનાં (Nursing Exam Scam) આક્ષેપો વચ્ચે આ મેસેજ વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.

આ પણ વાંચો -ગુજરાત બજેટને આખરી ઓપ આપવાની તૈયારી, રવિવારે અત્યંત મહત્વની બેઠક

Tags :
Advertisement

.

×