NURSING STAFF EXAM: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલની ગંધ, આન્સર કીમાં જવાબોની ગોઠવણ?
- યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો કર્યો દાવો
- આન્સર કીમાં A,B,C,D ક્રમશઃ પ્રમાણે જ જવાબો
- શું આ કોઈ સંયોગ છે કે જાણી જોઈને કરાયેલો પ્રયોગ?
- શું આરોગ્ય વિભાગ આ આશંકાની કરશે તપાસ?
NURSING STAFF EXAM: રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતીં. તમને જણાવી દઈએ કે, સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ કૌભાંડીઓ આ ઉમેદવારોની નસીબ વચ્ચે ખાઈ બની રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની ગંધ આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો કર્યો છે.
આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ
યુવરાજસિંહ જાડેજાએ ગોલમાલનો દાવો કરતા લખ્યું છે કે, આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળ્યાં છે. આવી રીતે જવાબોની ગોઠવણી શા માટે? શું આ કોઈ સંજોગ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલો કૌભાંડનો પ્રયાસ છે? આ સવાલો થયા તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નોંધનીય છે કે, મનિષ દોશીએ ટ્વીટ કરી CMને તપાસ કરવા માટે રજૂઆત પણ કરી છે. પરંતુ વારંવાર વિદ્યાર્થીઓ સાથે આવું શા માટે કરવામાં આવે છે? શું આ સરકારનું વિકાર મોડેલ છે? આવા આનેક સવાલો અત્યારે ઉમેદવારો પણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ?
આન્સર કીને પ્રમાણે જોઈએ તો આવી રહીં છે કૌભાંડની ગંધ!
નોંધનીય છે કે, રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. સ્ટાફ નર્સિંગની કુલ 1900 જેટલી જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે. જેમાં ગઈ કાલે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપી હતી. પરંતુ અત્યારે જાહેર કરવામાં આવેલી આન્સર કી અનેક પ્રકારના સવાલો પેદા કરી રહીં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યારે કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો