ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : ડરેલા પાકિસ્તાન પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પોસ્ટ, "આ ડર સારો છે"

પાકિસ્તાનના અમાનવીય અને નિંદનીય Pahalgam Terror Attack બાદ ભારત આકરાપાણીએ છે. ભારતની સંરક્ષણ ક્ષેત્રે ચહલ પહલથી પાકિસ્તાનના પાટિયા બેસી ગયા છે. ગભરાયેલા અને શિયા વિયા થઈ ગયેલા પાકિસ્તાન પર ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) એ X પર પોસ્ટ કરી છે. વાંચો વિગતવાર.
01:48 PM Apr 28, 2025 IST | Hardik Prajapati
પાકિસ્તાનના અમાનવીય અને નિંદનીય Pahalgam Terror Attack બાદ ભારત આકરાપાણીએ છે. ભારતની સંરક્ષણ ક્ષેત્રે ચહલ પહલથી પાકિસ્તાનના પાટિયા બેસી ગયા છે. ગભરાયેલા અને શિયા વિયા થઈ ગયેલા પાકિસ્તાન પર ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) એ X પર પોસ્ટ કરી છે. વાંચો વિગતવાર.
Harshbhai Sanghvi Gujarat First

Pahalgam Terror Attack : 22મી એપ્રિલ બાદ સમગ્ર વિશ્વ ભારત સાથે છે અને પાકિસ્તાન એકલું અટુલું પડી ગયું છે. અત્યારે ભારતમાં થતી સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) એ X પર શિયા વિયા થઈ ગયેલા પાકિસ્તાનના હાલ પર પોસ્ટ કરી છે. Harshbhai Sanghvi એ લખ્યું કે, આ ડર સારો છે. અનેક પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ દેશ છોડી ફરાર થઈ ગયા છે. પાકિસ્તાની સેનામાં અનેક અધિકારીના રાજીનામા આવી ચૂક્યા છે.

હર્ષભાઈ સંઘવીની પોસ્ટ

Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાન માટે આકરા નિર્ણયો લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ રદ (Indus Water Treaty cancellation) , પાકિસ્તાનીઓના વિઝા રદ, અટારી બોર્ડર બંધ વગેરે વગેરે. આ ઉપરાંત Pahalgam Terror Attack બાદ ભારતની સંરક્ષણ ક્ષેત્રે પણ ચહલ પહલ વધી ગઈ છે. ભારતમાં થઈ રહેલી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાકિસાતનની હાલત શિયા વિયા થઈ ગઈ છે. પાકિસ્તાનની આ ડરેલી સ્થિતિ પર ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) એ X પર પોસ્ટ કરી છે. હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, આ ડર સારો છે. અનેક પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ દેશ છોડી ફરાર થઈ ગયા છે. પાકિસ્તાની સેનામાં અનેક અધિકારીના રાજીનામા આવી ચૂક્યા છે. હર્ષભાઈ સંઘવીએ પાકિસ્તાની પરિસ્થિતિને સાંગોપાંગ વર્ણવી છે.

ભારત આકરાપાણીએ

Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાન માટે આકરા નિર્ણયો લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ રદ, પાકિસ્તાનીઓના વિઝા રદ, અટારી બોર્ડર બંધ વગેરે વગેરે. આ ઉપરાંત Pahalgam Terror Attack બાદ ભારતની સંરક્ષણ ક્ષેત્રે પણ ચહલ પહલ વધી ગઈ છે. ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના સપોર્ટર અને આતંકવાદીઓના 9 ઠેકાણા ધ્વસ્ત કરી દીધા છે.

આ પણ વાંચોઃ  PM આવાસ પર મોદી-રાજનાથની મોટી બેઠક યોજાઈ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા

ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર

આ ઉપરાંત ભારતમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) એ Pahalgam Terror Attack ને પગલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને માહિતી આપી હતી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત 22 એપ્રિલના આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને સજા આપવાના તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. ભારતે આ હુમલામાં સામેલ લોકોને કડક સજા આપવાનું વચન આપ્યું છે. રવિવારે, PM Narendra Modi એ કહ્યું હતું કે પહેલગામ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક સજા આપવામાં આવશે. મોદીએ પોતાના 'મન કી બાત' સંબોધનમાં કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે ઊભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે જ. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ  Pahalgam Attack બાદ 'મુશ્કેલીના પૂર' માં ઘેરાયું પાકિસ્તાન, નેશનલ હાઇ-વે જામ

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Attari border closureGujarat FirstGUJARAT FIRST NEWSHarshbhai Sanghvi postIndia defense sectorIndian military actionIndus Water Treaty cancellationJammu and Kashmir securityMinister of State for Home Harshbhai SanghviNarendra Modipahalgam terror attackPakistanPakistan condemnationPakistan military officers resignrajnath singh
Next Article