ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા Pankaj Joshi, રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ
- રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ
- મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી
- ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગે શેર કરી માહિતી
Pankaj Joshi New Chief Secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર રહ્યાં હતાં. હવે રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકુમાર આ મહિનાના અંતે સેવા નિવૃત થઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
Pankaj Joshi has become the Chief Secretary of Gujarat : પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા | GujaratFirst#Gujarat #IASPankajJoshi #CMOfficeUpdates #GujaratAdministration #GujaratFirst pic.twitter.com/glno9fmDP8
— Gujarat First (@GujaratFirst) January 24, 2025
આ પણ વાંચો: Gujarat: પ્રયારાજ મહાકુંભ જવા માંગતા ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા
હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં ACS છે પંકજ જોશી
પંકજ જોશીની વાત કરવામાં આવો તો, હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય ACS તરીકે ફરજ બજાવે છે. પંકજ જોશી ગુજરાત કેડર ના 1989 બેન્ચના IAS અધિકારી છે. હવે તેમની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ક્યાકથી કાર્યભાળ સંભાળશે તેની વિગતો હજી સામે આવી નથી. જો કે, રાજકુમાર આ મહિનાના અંતે સેવા નિવૃત થતા હોથી તેમની નિમણૂક મખ્ય સચિવ તરીકે કરવામાં આવી છે.
આ પણ વાંચો: Khambhat: નશાના કાળા કારોબાર પર ત્રાટકી ATSની ટીમ, દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ
1989ની ગુજરાત કેડરના IAS છે પંકજ જોશી
પંકજ જોશીના વિશે વાત કરીએ તો, તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાશી છે. ત્યાંજ જ તેમનો અભ્યાસ થયેલો છે. ત્યાર બાદ 1989 ની આઈએએસ બેંચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતાં. હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય ACS તરીકે ફરજ બજાવે છે. આ સિવાય પણ અનેક વિભાગોમાં તેઓ ફરજ બચાવી ચૂક્યા છે. જો કે, હવે તેમને ખુબ જ મોટો અને મહત્વનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


