Patan : ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5 ના મોત
- બકરા ચરાવવા ગયા હતા તે સમયે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી
- પ્રથમ એક બાળક તળાવમાં ડૂબ્યો હતો તેને બચાવવાં જતા મહિલા સહીત અન્ય 3 ડૂબ્યા
- મૃતક તમામ મુસ્લિમ પરિવારના હોવાની માહિતી સામે આવી
Patan : ચાણસ્મા ખાતે આવેલ વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5 ના મોત થયા છે. જેમાં માતા-પુત્ર -પુત્રી સહીત અન્ય બે બાળકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. બકરા ચરાવવા ગયા હતા તે સમયે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રથમ એક બાળક તળાવમાં ડૂબ્યો હતો તેને બચાવવા જતા મહિલા સહીત અન્ય 3 ડૂબ્યા હતા.
મૃતક તમામ મુસ્લિમ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી
મૃતક તમામ મુસ્લિમ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે. જેમાં તમામ મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. એક સાથે 5ના મોતથી સમાજ સહીત ગામમાં ગમગીન માહોલ છે. ત્યારે મૃતકોમાં ફિરોઝા બાનુ કાળુમિયા મલેક ઉંમર વર્ષ 25 મહિલા, માહીરા બાનું મલેક 10 વર્ષ બાળકી, અબ્દુલ કાદરી મલેક ઉંમર વર્ષ 8 તથા સીમું સલીમભાઈ પઠાણ ઉંમર વર્ષ 14 તેમજ સોહીલ રહીમભાઈ કુરેશી ઉંમર વર્ષ 16 સામેલ છે. ઘટનામાં એક વ્યક્તિ લપસીને તળાવમાં પડતા અન્ય લોકો તેને બચાવવા પડ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવીને તળાવમાં ડૂબનારાને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ ખાતે હચમચાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ગામના તળાવમાં એક વ્યક્તિ લપસી ગયા બાદ તેને બચાવવા જતાં અન્ય ચાર લોકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં બાળકો સહિત ગ્રામ પંચાયતના પટાવાળાના પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Google Map : ફસાયેલી કારને કાઢવા બાઇક પર આવેલો યુવક કાર લઈને ભાગી ગયો