Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ Dy.CM નીતિન પટેલના 67મા જન્મદિવસે પાટીલ-પટેલની ભવ્ય રેલી

આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો 67 મો જન્મદિવસ છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે સી.આર.પાટીલ કડી પહોંચ્યા છે. જ્યા તેમણે નીતિન પટેલને મળી જન્મદિવસની શુભકામનાઓ પાઠવ્યા બાદ રેલી કરી હતી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે તેમને સવારથી જ નેતાગણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ દિવસે ભાજપ પ્રદેશ
પૂર્વ dy cm નીતિન પટેલના 67મા જન્મદિવસે પાટીલ પટેલની ભવ્ય રેલી
Advertisement
આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો 67 મો જન્મદિવસ છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે સી.આર.પાટીલ કડી પહોંચ્યા છે. જ્યા તેમણે નીતિન પટેલને મળી જન્મદિવસની શુભકામનાઓ પાઠવ્યા બાદ રેલી કરી હતી. 
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે તેમને સવારથી જ નેતાગણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નીતિન પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે કડી પહોંચ્યા છે. જ્યા તેમણે એક સાથે મળીને ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. વળી આ ઉપરાંત કડી ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમા 1500 બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. 
મહત્વનું છે કે, રાજ્યમાં ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા અને નવું મંત્રીમંડળની રચના થયા બાદથી જ ચર્ચામાં હતું કે, હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હાંસિયા ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ આજે જ્યારે તેમના જન્મદિવસે જે રીતે રેલી યોજી વળી આ પહેલા હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા સમયે પણ નીતિન પટેલને આગળ રાખવામાં આવ્યા હતા, જે બતાવે છે કે તેવું કઇં જ નથી. 
Tags :
Advertisement

.

×