ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે PM મોદીનો 'Pariksha Pe Charcha' કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં છાત્રો સાથે કરશે પ્રેરક સંવાદ

CM ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અન્વયે વસ્ત્રાલમાં છાત્રો સાથે પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે.
07:02 AM Feb 10, 2025 IST | Vipul Sen
CM ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અન્વયે વસ્ત્રાલમાં છાત્રો સાથે પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે.
Pariksha Pe Charcha_Gujarat_first
  1. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ યોજશે (Pariksha Pe Charcha)
  2. ગુજરાતની 40 હજાર શાળાનાં 61.50 લાખ વિદ્યાર્થીઓ સહભાગી થશે
  3. ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપનારા 14.30 લાખ વિદ્યાર્થીઓ જોડાશે
  4. CM ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અન્વયે વસ્ત્રાલમાં છાત્રો સાથે પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે

Pariksha Pe Charcha 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં 'પરીક્ષા પે ચર્ચા' ની અભિનવ પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની 8 મી શ્રેણી સોમવાર 10 મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અન્વયે અમદાવાદનાં વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનાં છાત્રો સાથે સોમવાર 10 મી ફેબ્રુઆરીએ પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે.

ગુજરાતની 40 હજાર શાળાનાં 61.50 લાખ વિદ્યાર્થીઓ સહભાગી થશે

પ્રધાનમંત્રી મોદીના 'પરીક્ષા પે ચર્ચા' નાં (Pariksha Pe Charcha) આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનાં કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીનાં વર્ગોનાં સમગ્રતયા 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણા માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓનાં સંદર્ભમાં મેળવશે. 'પરીક્ષા પે ચર્ચા' નો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025, સોમવારે સવારે 11 કલાકે યોજાવાનો છે.

આ પણ વાંચો - Jamnagar: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?

CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં છાત્રો સાથે પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાંથી છાત્રો સાથે પરીક્ષાને અનુલક્ષીને વાર્તાલાપ કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી આ શાળાનાં વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સાથે શાળા પરિસરમાં વડાપ્રધાનનાં 'પરીક્ષા પે ચર્ચા' સંવાદ-માર્ગદર્શનનું પ્રસારણ નિહાળવામાં પણ સહભાગી થવાના છે.

આ પણ વાંચો - Banaskanth Division : વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત!

આ વખતે ખ્યાતનામ અને પ્રભાવશાળી હસ્તીઓ પણ પરીક્ષાર્થીઓને પ્રેરણા આપશે

વડાપ્રધાન મોદી પ્રેરિત 'પરીક્ષા પે ચર્ચા' નાં આ વર્ષનાં સંવાદ માર્ગદર્શનમાં વડાપ્રધાન ઉપરાંત આધ્યાત્મિક અગ્રણી સદગુરુ (Sadhguru), જાણીતા કલાકારો તેમ જ ઓલમ્પિયન મેરી કોમ (Mary Kom) અને પેરા ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિનર અવની લેખારા જેવી ખ્યાતનામ અને પ્રભાવશાળી હસ્તીઓ પણ પરીક્ષાર્થીઓને પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન કરાયું છે. વડાપ્રધાન 'પરીક્ષા પે ચર્ચા' નાં આ ઉપક્રમમાં દેશનાં રાજ્યોનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પરીક્ષાર્થીઓનાં માતા-પિતા સાથે LIVE સત્રમાં વાર્તાલાપ કરશે અને પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ-નગરોનાં મળીને 40 હજાર વાલીઓએ પણ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો - Gujarat : નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે 3 લોકોના મોતથી ચકચાર

Tags :
AhmedabadAvani LekharaBoard ExamCM Bhupendra PatelCrystal International Public SchoolGujarat FirstGUJARAT FIRST NEWSLatest Gujarati NewsOlympian Mary KomPariksha Pe Charcha 2025pm narendra modiSadhguruTop Gujarat First NewsTop Gujarati NewsVastral
Next Article