Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM યશસ્વી યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે PM યશસ્વી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ  યંગ અચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાયબ્રન્ટ ઇન્ડીયા ફોર ઓબીસી એન્ડ અધર્સનું લોન્ચિંગ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા  જણાવ્યુ કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાà
pm યશસ્વી યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
Advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે PM યશસ્વી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ  યંગ અચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાયબ્રન્ટ ઇન્ડીયા ફોર ઓબીસી એન્ડ અધર્સનું લોન્ચિંગ થયું હતું. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા  જણાવ્યુ કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ એ સરકારનો કાર્યમંત્ર બની ગયો છે. સર્વસમાવેશી-સર્વગ્રાહી અને પારદર્શી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ આઠ વર્ષમાં લોકોએ જોયુ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે સમાજના વંચિત, પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગ અને ડી-નોટીફાઇડ જનજાતિના બાળકો-વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ સહાય યોજનાનો લાભ અંડર વન અમ્બ્રેલા આપવાની પહેલ વડાપ્રધાને કરી છે. એટલું જ નહી દેશના લાખો વિદ્યાર્થીઓના યોગ્ય શિક્ષણ તેમજ કારકિર્દી ઘડતર માટે આ યોજના ખૂબ જ ઉપયોગી બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.  મુખ્યમંત્રીએ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી  ડૉ.વિરેન્દ્રકુમાર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપભાઇ પરમાર, રાજ્ય કક્ષાના મંત્રી  આર.સી. મકવાણા અને કેન્દ્ર સરકારના સચિવોની ઉપસ્થિતિમાં આ યોજનાનું લોન્ચિંગ કર્યુ હતું.
 મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમના લાભાર્થીઓને લોન સર્ટિફિકેટ  એનાયત કરવામાં આવ્યા હતા તથા પીએમ - યશસ્વી યોજના અંગેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. 
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  વિરેન્દ્ર કુમારે 'PM – YASASVI' યોજના લોન્ચ કરતા કહ્યું કે, સમાજ અને સરકારના સહયોગથી જ રાષ્ટ્ર આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે. આ યોજના વિધાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાયતા પૂરી પાડવાની સાથે કૌશલ્ય વિકાસ થકી તેમનું સશક્તિકરણ કરી રોજગારવાંછુ તરીકે નહીં પરંતુ રોજગારદાતા તરીકે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. 
મંત્રી વીરેન્દ્ર કુમારે યોજના વિશે માહિતી આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા રાજયના અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે 'PM – YASASVI' (PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs,& Others) યોજના લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના ૬૦ ટકા અને રાજય સરકારના ૪૦ ટકા ફાળાથી યોજનાનો અમલ વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી કરવામાં આવશે.મંત્રી  વિરેન્દ્ર કુમારે ઉમેર્યું કે, પાછલા આઠ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનને કારણે સમાજના દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થયો છે. 
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ  આર સુબ્રમણ્યમે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પ્રિ - મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજયના ધો.૯ અને ૧૦ના સરકારી શાળામાં અભ્યાસ કરતા અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા રૂ.૨,૫૦,૦૦૦/- ધ્યાને લઇ વાર્ષિક રૂ.૪૦૦૦/- શિષ્યવૃત્તિની રકમ વિધાર્થીઓને DBT મારફતે સીધા જ તેઓના બેંક ખાતામાં ચૂકવવામા આવશે. તદુપરાંત પોસ્ટ - મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજયના ૧૦ પછીના અભ્યાસ કરતા અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા રૂ.૨,૫૦,૦૦૦/- ધ્યાને લઇ ચાર ગ્રુપમાં વાર્ષિક રૂ. ૫૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિની રકમ વિધાર્થીઓને DBT મારફતે સીધા જ તેઓના બેંક ખાતામાં ચૂકવવામા આવશે. 
 મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમના લાભાર્થીઓને લોન સર્ટિફિકેટ  એનાયત કરવામાં આવ્યા હતા તથા પીએમ - યશસ્વી યોજના અંગેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.

×