Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Praveen Mali : મીઠાઈ વહેંચી ઉજવણી કરી, પરિવારે કહ્યું - MLA તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું..!

ડીસાનાં ધારાસભ્ય પ્રવીણ માળીએ આજે મંત્રી પદ માટે શપથ લીધા છે. ગુજરાતની બીજેપી સરકારનાં કેબિનેટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને મંત્રી પદ મળતા ડીસામાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. તેમનાં પરિવારજનો અને સમર્થકો કોલ્ડ સ્ટોર પર હાજર રહ્યા હતા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. પ્રવીણ માળી વર્ષ 2022 માં ડીસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
praveen mali   મીઠાઈ વહેંચી ઉજવણી કરી  પરિવારે કહ્યું   mla તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું
Advertisement
  1. ડીસાના ધારાસભ્ય Praveen Mali નો મંત્રી પદમાં સમાવેશ
  2. ધારાસભ્ય પ્રવીણ માળીએ લીધા મંત્રી પદ તરીકે શપથ
  3. પ્રવીણ માળીના સમર્થકો, પરિવારજનોમાં ખુશી
  4. પરિવારના સભ્યોએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી
  5. "ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું"

Gujarat New Cabinet 2025 : ડીસાનાં (Deesa) ધારાસભ્ય પ્રવીણ માળીએ આજે મંત્રી પદ માટે શપથ લીધા છે. ગુજરાતની બીજેપી સરકારનાં કેબિનેટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્ય પ્રવીણ માળીને (Praveen Mali) મંત્રી પદ મળતા ડીસામાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. તેમનાં પરિવારજનો અને સમર્થકો કોલ્ડ સ્ટોર પર હાજર રહ્યા હતા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. પ્રવીણ માળી વર્ષ 2022 માં ડીસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

આ પણ વાંચો - ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્નીથી લઇને શિક્ષણમંત્રી સુધીની RivabaJadeja ની રાજકીય  સફર

Advertisement

Advertisement

Praveen Mali એ 2022 માં ડીસા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી હતી

આજે ગુજરાતની ભાજપ સરકારનાં (Gujarat New Cabinet) મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને નવા મંત્રી મળ્યા છે, જેમાં એક નામ ડીસાનાં ધારાસભ્ય પ્રવીણ માળીનું(Praveen Mali) પણ છે. ધારાસભ્ય હવે દાદા સરકાર 2.0 માં મંત્રી પદની જવાબદારી સંભાળશે. પ્રવીણ માળીએ વર્ષ 2022 માં ડીસા વિધાનસભા બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને ચૂંટણી જીત્યા હતા. જે તે સમયે ભાજપે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણ માળીને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જણાવી દઈએ કે, યુવા ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી ગીગાજી માળીના પુત્ર છે.

આ પણ વાંચો - Dr. Jayram Gamit : ડો. જયરામ ગામીતે લીધા મંત્રી પદના શપથ, જાણો તેમનાં અદ્ભૂત રાજકીય સફર વિશે

પરિવારના સભ્યોએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી

માહિતી અનુસાર, અભ્યાસમાં BA ની ડિગ્રી ધરાવતા પ્રવીણ માળીએ વર્ષ 2012 થી 2015 સુધી ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2015-2017 સુધી ડીસા (Deesa) નગરપાલિકાનાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. નોંધનીય છે કે, માત્ર 30 વર્ષની ઉંમરે તેઓ ડીસા નગરપાલિકાનાં પ્રમુખ બન્યા હતા. ત્યારે હવે મંત્રીમંડળમાં સ્થાન મળતા પ્રવીણ માળીના પરિવારજનો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. સમર્થકો અને પરિવારજનોએ કોલ્ડ સ્ટોર પર પહોંચી મીઠાઈ વહેંચી હતી. ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીના માતા અને બહેને ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું.

આ પણ વાંચો - કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી harsha sanghvi એ આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું....

Tags :
Advertisement

.

×