PSM Hospital Kalol (Gandhinagar) ને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ એનાયત થયો
- નેશનલ લેવલની પ્રતિષ્ઠિત એચ.ઓ.કોન. કોન્કલેવ 2.0 ખાતે પ્રાપ્ત થયું બહુમાન
- સ્પેશિયાલિટીઝના નિષ્ણાત ડોક્ટરોની ઓપીડી સેવાઓ વિના મૂલ્યે અપાઈ
- સીટી સ્કેન-એમ આર આઇ જેવી સેવાઓ અત્યંત રાહત દરે અપાઈ
ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જિલ્લાની જાણીતી પીએસએમ હોસ્પિટલ ફરી એકવાર દર્દી સેવા ક્ષેત્રે ગુણવત્તાસભર કાર્ય બદલ મિસાલ રૂપ બની છે. 2014 માં કાર્યરત થયા બાદ જરૂરિયાતમંદ દર્દી-નારાયણોની સેવાનો યજ્ઞ સતત પ્રજ્વલિત રહ્યો છે. આ ક્ષેત્રે એક પછી એક કરેલા ઉમદા કાર્ય બદલ તાજેતરમા નેશનલ લેવલની એચ.ઓ. કોન. કોન્કલેવ- 2.0 માં અમદાવાદ ખાતે પીએસએમ મલ્ટિ-સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ સાથે સંલગ્ન)ને વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે.
સ્પેશિયાલિટીઝના નિષ્ણાત ડોક્ટરોની ઓપીડી સેવાઓ વિના મૂલ્યે અપાઈ
સ્વામિનારાયણ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના પ્રમુખ પી.પી.શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ પીએસએમ હોસ્પિટલની ટીમને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આશિર્વાદ આપ્યા છે અને આ ઉમદા કામગીરીને દર્દીઓના હિત માટે અવિરત પણે ચાલુ રાખવા નિર્ધાર વ્યક્ત કર્યો છે. હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના દર્દીઓ માટે મેડિકલ, સર્જિકલ, ન્યૂરો, ઓર્થો, યુરો, ડાયાલિસિસ, પ્લાસ્ટિક સર્જરી, ગાયનેક, પેડિયાટ્રિક્સ, સ્કિન, આંખ, ઈ.એન.ટી. વગેરે સ્પેશિયાલિટીઝના નિષ્ણાત ડોક્ટરોની ઓપીડી સેવાઓ વિના મૂલ્યે અપાઈ રહી છે.
સીટી સ્કેન-એમ આર આઇ જેવી સેવાઓ અત્યંત રાહત દરે અપાઈ
સીટી સ્કેન-એમ આર આઇ જેવી સેવાઓ અત્યંત રાહત દરે અપાઈ રહી છે. સઘન તાત્કાલિક સારવાર 24 કલાક ઉપલબ્ધ છે. અગાઉ પણ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરના હસ્તે આ પ્રકારનું સન્માન પ્રાપ્ત થયું હતું. છેલ્લા વર્ષ 2024 અને 2025 માં આ પ્રકારનુ સન્માન ચોથી વખત મળ્યું છે. આ જ દિશામાં સતત સેવા કાર્યોથી હોસ્પિટલની આ મોટી સિદ્ધિ કહી શકાય. સ્વામિનારાયણ ગુરુકુળ પીએસએમ હોસ્પિટલના સ્થાપક શાસ્ત્રી સ્વામિ પૂ. શ્રી પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજી તેમજ સંસ્થાના ઉપ-પ્રમુખ ભક્તવત્સલ સ્વામી તથા અન્ય સંતો ગરીબ દર્દીઓ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવનાઓ સાથે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે.
ઉર્વિશ પટેલ અને મિતાબેન પટેલનો અંત:હકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામા આવ્યો
સંસ્થા વતી આ એવોર્ડ સ્વીકાર્યા બાદ પીએસએમ હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સી.ઈ.ઓ. - એડિશનલ ડિન ડો.વિજય પંડયાએ કહ્યું કે, હોસ્પિટલના પ્રેરણારુપ કાર્યો અને દર્દીઓના આશિષથી આ હોસ્પિટલ ઉત્તરોતર પ્રગતિના માર્ગે આગળ વઘી રહી છે. જેમા આગામી સમયમા કેન્સર સારવાર માટે 'ખાસ યુનિટ' અને કાર્ડિયાક યુનિટ પણ કાર્યરત થનાર છે. સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ વતી હોકોન કોન્કલેવના આયોજન બદલ, દેશની હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીની અગ્રગણ્ય સંસ્થા એવી, "મેડિજંસ સોલ્યુસન્સ પ્રા. લિમિટેડ, અમદાવાદ" ના ડાયરેક્ટર ઉર્વિશ પટેલ અને મિતાબેન પટેલનો અંત:હકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: Romantic Fling: અમેરિકામાં પાંચમાંથી એક મહિલા AI ના પ્રેમમાં! જાણો કેમ


