Raksha Bandhan 2025 : ભાજપની મહિલા કાર્યકરોએ CM Bhupendra Patel ને બાંધી રાખડી
- રાજ્યભરમાં Raksha Bandhan ના પર્વની ઉજવણી થઇ રહી છે
- મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો પાસે રાખડી બંધાવી છે
- ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી
Raksha Bandhan : રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો પાસે રાખડી બંધાવી છે. તેમજ ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે. તથા સાધના વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ CMને રાખડી અર્પણ કરી છે.
વિદ્યાર્થીનીઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર રાખડી બનાવી
વિદ્યાર્થીનીઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર રાખડી બનાવી છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ રાખડીમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં વિદ્યાર્થિનીઓએ 100 ફૂટની રાખડી બનાવી છે.
મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી
મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી છે. ગાંધીનગર મેયર મીરાબેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાંથી આવેલી બહેનોએ રાખડી બાંધી છે. મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને Raksha Bandhan ની પર્વની ઉજવણી
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. ઓપરેશન સિંદૂર થીમ પર વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી છે. ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી છે. મંત્રી ભાનુબેન બાબરીયાએ રાખડી બાંધી મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : Millionaire: 'કોઈ પણ કરોડપતિ બની શકે છે', Robert Kiyosaki એ કહ્યું - ફક્ત આ એક....