Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rupal ni Palli : રૂપાલમાં પલ્લી યાત્રાની તડામાર તૈયારીઓ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

તમામ ધર્મના લોકો જોડાય છે અને મંદિરે માતાજીનાં અને પલ્લી યાત્રામાં જ્યોતનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
rupal ni palli   રૂપાલમાં પલ્લી યાત્રાની તડામાર તૈયારીઓ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
Advertisement
  1. રૂપાલ ગામમાં નોમનાં દિવસે યોજાય છે પરંપરાગત પલ્લી યાત્રા (Rupal ni Pall)
  2. 30 સપ્ટેમ્બર, નોમના દિવસે 12:00 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે
  3. રૂપાલનાં 27 ચકલા ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં આવશે
  4. દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

Gandhinagar : ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ રૂપાલની પરંપરાગત પલ્લીનું (Rupal ni Palli) માઈભક્તોમાં અનેરું મહત્ત્વ છે. અહીં, દર વર્ષે નવરાત્રિમાં પલ્લી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી માઈભક્તો આવે છે અને પલ્લીયાત્રાનાં (Palli Yatra 2025) દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષે રૂપાલ વરદાયિની માતા મંદિરે નવરાત્રિનાં (Navratri 2025) નોમના દિવસે પલ્લી મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર એટલે કે નોમના દિવસે રાતે 12:00 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે.

આ પણ વાંચો - Rajkot : ગરબામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચેલા VHP કાર્યકરો-ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઘર્ષણનો Video વાઇરલ

Advertisement

Advertisement

પરંપરાગત Rupal ni Pall યાત્રામાં દરેક ધર્મનાં લોકો જોડાય છે

ગાંધીનગરનાં રૂપાલ ગામમાં આવેલ વરદાયિની માતા મંદિરે (Vardayini Mata Temple, Rupal) દર વર્ષે નવરાત્રિ દરમિયાન નોમનાં દિવસે પરંપરાગત પલ્લી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી તમામ ધર્મના લોકો જોડાય છે અને મંદિરે માતાજીનાં અને પલ્લી યાત્રામાં જ્યોતનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રિમાં નોમનાં દિવસે યોજાનાર આ પલ્લી યાત્રામાં મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે, જેમાં તમામ ધર્મનાં લોકો કોઈ પણ ભેદભાવ વિના ઉત્સાહ અને ઉંમગ સાથે જોડાય છે અને પોતાની સેવા આપે છે. આ વર્ષે પણ રૂપાલમાં પલ્લી યાત્રાને (Palli Yatra 2025) લઈ માઈભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં 'I LOVE MUHAMMAD' નાં પોસ્ટરથી વિવાદ! ઈમરાન ખેડાવાલાનું નિવેદન

30 સપ્ટેમ્બરે નોમના દિવસે રાતે 12 વાગ્યે નીકળશે પલ્લી યાત્રા

માહિતી અનુસાર, 30 સપ્ટેમ્બર એટલે કે નોમના દિવસે રાતે 12:00 વાગ્યે ભવ્ય પલ્લી યાત્રા (Rupal ni Pall) નીકળશે. રૂપાલ ગામનાં 27 ચકલા ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરે પરત આવશે. પલ્લી યાત્રામાં દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ડોમ તૈયાર કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. હજારો ટન ઘીનો માનતા પ્રમાણે શ્રદ્ધાળુઓ ઘીનો અભિષેક કરશે. નોંધનીય છે કે, પલ્લી યાત્રામાં દર વર્ષે હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. જો કે, આ ઘીનો બગાડ થતો નથી. ચોક્કસ સમાજનાં લોકો દર વર્ષે પલ્લી પર ચઢાવાયેલું ઘી લઈ જાય છે.

આ પણ વાંચો - Rain Forecast in Navratri 2025 : ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×