Sabar Dairy : પશુપાલકોના વિરોધ વચ્ચે નિયામક મંડળની બેઠક, સાંસદ, ઈડર MLA, મહામંત્રી, આગેવાનો સાથે ચર્ચા
- પશુપાલકોનાં વિરોધ વચ્ચે સાબરડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી (Sabar Dairy)
- પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવવા નિર્ણય કરાયો
- સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી
- અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો
- તફાવતનાં 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે
Sabar Dairy : સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ હાલ પણ યથાવત છે. સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આજે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આગેવાનો, સાંસદ, ઈડર ધારાસભ્ય રમણ વોરા (Raman Vora), મહેન્દ્રસિંહ બારૈયા, બંને જિલ્લાના ભાજપ (BJP) પ્રમુખ, મહામંત્રી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો - Shaktisinh Gohil : આરોપીઓને બચાવી લેવામાં પણ આ સરકાર મોખરે છે : શક્તિસિંહ ગોહિલ
સાબરકાંઠાની સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત
અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર પશુપાલકોનો વિરોધ
પશુપાલકોએ દૂધનું ટેન્કર ખાલી કરી નોંધાવ્યો વિરોધ
જવાનપુર નજીક પશુપાલકો દ્વારા ટેન્કર રોકી દૂધ રસ્તા પર ઢોળ્યું#Sabarkantha #SabardairyProtest #GujaratNews #AmulDairy #FarmersProtest… pic.twitter.com/Z3AHZDPjiK— Gujarat First (@GujaratFirst) July 18, 2025
સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી
સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) સાબરડેરી દ્વારા વાર્ષિક ભાવફેરનાં અગાઉના નિર્ણયનો પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પશુપાલકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન, ઘર્ષણ, પથરાવ જેવી ઘટનાઓ પણ બની હતી. પશુપાલકો દ્વારા 20-25 ટકા સુધી ભાવફેર આપવા, ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે તેમનાં પરિવારને યોગ્ય વળતર મળે તેવી માગ કરાઈ છે. જો કે વાર્ષિક ભાવફેર મુદ્દે ચર્ચા કરવા માટે આજે સાબરડેરી (Sabar Dairy) ખાતે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લીના આગેવાનો, સાંસદ શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya), ઈડર ધારાસભ્ય રમણ વોરા, મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર, સહિત સંગઠન અને કિસાન સંગનાં આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી.
આ પણ વાંચો - Gujarat News: અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે
પશુપાલકોને વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચુકવવા નિર્ણય
માહિતી અનુસાર, આ બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચુકવાશે એવી જાહેરાત કરાઈ છે. સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી છે. અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. જો કે, તફાવતનાં 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. સાબરડેરીનાં ચેરમેન શામળભાઈ પટેલે મીડિયાને જણાવ્યું કે, આગામી સાધારણ સભામાં નિયામક મંડળ ભાવફેર અંગે નિર્ણય રજૂ કરશે, જો કે આ પહેલા એડવાન્સ પેમેન્ટની રીતે ભાવફેરનો તફાવત ચુકવાશે. આ નિર્ણય અગાઉ સાબરડેરીનાં ચેરમેને સાંસદ શોભના બારૈયા સાથે ચર્ચા કરી હતી. સતત ચર્ચા અને બેઠકોના અંતે સાબરડેરીએ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો - Gujarat News: રિક્ષા બરોબર જગ્યાએ પાર્ક કરવાનું કહેતાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યુ


