ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : લગ્ન પ્રસંગનાં 36 મહેમાનોને લઈ જતી ખાનગી બસમાં લાગી વિકરાળ આગ

આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
08:49 AM Jan 04, 2025 IST | Vipul Sen
આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Sabarkantha_Gujarat_first main
  1. Sabarkantha નાં પ્રાંતિજ નજીક ખાનગી બસમાં ભીષણ આગ લાગી
  2. લગ્ન પ્રસંગનાં મહેમાનોથી ભરેલી બસ આગની જ્વાળામાં બળીને ખાખ થઈ
  3. સમય રહેતા ઉતરી જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ

સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ સ્થળે પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો - Ahemdabad: મદદ ફાઉન્ડેશનના સભ્યોએ જરૂરિયાતમંદ 100 છોકરાઓને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યા

લગ્ન પ્રસંગનાં મહેમાનોથી ભરેલી બસમાં અચાનક લાગી આગ

પ્રાથમિક માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજનાં (Prantij) કતપુર ટોલ પ્લાઝા પાસે સુરત થી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જો કે, સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી. પરંતુ, આગની જ્વાળાઓમાં બસ બળીને ખાખ થઈ છે.

 આ પણ વાંચો - Tapobhumi Book Launch: ગુજરાતના 300 જેટલા મંદિરોના ઇતિહાસને આવરી લેતો ગ્રંથ એટલે ‘તપોભૂમિְ’, સંતો-મહંતોની હાજરીમાં થયું વિમોચન

મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનું નુકસાન

આ ગોઝારી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. માહિતી અનુસાર, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસ તપાસ અનુસાર, ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને લઈ બસ સુરત જઈ રહી હતી. અંદાજે 36 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને ખાખ થયો છે. બસમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની માહિતી હાલ સામે આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચો - Banaskantha : વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક

Tags :
Breaking News In Gujaratifire brigadefire in busGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKatpur Toll PlazaLatest News In GujaratiNews In GujaratiPrantijSabarkanthaSurat to Udaipur
Next Article