Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું રાજ્યમાં બીજી વખત શ્વેતક્રાંતિ આવશે? પશુપાલન મંત્રીએ કહી આ વાત

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ) આગામી સપ્તાહે દિલ્હી ખાતે યોજાનારી ‘વર્લ્ડ વેટરનરી ડે’ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીની પ્રિ-ઈવેન્ટ તરીકે પશુપાલન વિભાગ તેમજ ઑલ ગુજરાત વેટરનરિયન્સ સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે વર્લ્ડ વેટરનરી ડે-2023ની ઉજવણી...
શું રાજ્યમાં બીજી વખત શ્વેતક્રાંતિ આવશે  પશુપાલન મંત્રીએ કહી આ વાત
Advertisement

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ)

આગામી સપ્તાહે દિલ્હી ખાતે યોજાનારી ‘વર્લ્ડ વેટરનરી ડે’ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીની પ્રિ-ઈવેન્ટ તરીકે પશુપાલન વિભાગ તેમજ ઑલ ગુજરાત વેટરનરિયન્સ સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે વર્લ્ડ વેટરનરી ડે-2023ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત પાસે વિશાળ પશુધન છે અને રાજ્યના પશુપાલકો બીજી શ્વેતક્રાંતિ લાવી શકે તેમ છે.

Advertisement

Advertisement

તેમણે જણાવ્યું કે, દેશના પશુપાલકોએ પણ આત્મનિર્ભર બનવું પડશે. જેના માટે આપણા પશુધનની ઉત્પાદકતા વધારવી પડશે. ગુજરાત પાસે વિશાળ પશુધન છે અને પશુપાલકો સામે રહેલા પડકારોને પહોંચી વળવા માટે આપણે સંયુક્ત રીતે પ્રયત્નો કરવા પડશે. આ માટે પશુઓની ઓલાદ સુધારણા અને રખડતાં આખલાઓના ખસીકરણ સહિતની ઝૂંબેશ પર તેમણે ભાર આપ્યો હતો.

લમ્પી વાયરસ સમયે રાજ્યનાં પશુઓ અને પશુપાલકોની હાલત અત્યંત ગંભીર તથા દયનીય હતી. તેવા કપરા સમયે તમામ પશુચિકિત્સકો દ્વારા જે ઉમદા કામ કરવામાં આવ્યું, તેના કારણે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં લમ્પી વાયરસથી મૃત્યુ પામનારાં પશુઓની સંખ્યાને અંકુશમાં લાવી શકાઈ હતી. અબોલ અને મૂંગા પશુઓની સેવા કરતા તમામ પશુ ચિકિત્સકોની કામગીરીને મંત્રીશ્રીએ જીવદયાના ઉત્તમ કાર્ય તરીકે બિરદાવી હતી.

પશુ ચિકિત્સકના વ્યવસાય અંગે સમાજમાં મહત્ત્વ પ્રસ્થાપિત થાય અને ધ્યાન કેન્દ્રિત થાય તેવા ઉમદા આશયથી વર્લ્ડ વેટરનરી એસોસિએશન (WVA) દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વભરમાં અલગ અલગ થીમ પર ‘વર્લ્ડ વેટરનરી ડે’ની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવે છે.

આ વર્ષે ‘Promoting Diversity, Equity and Inclusiveness in the Veterinary Profession’-‘પશુચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન’ની થીમ નક્કી કરવામાં આવી છે. આ ઈવેન્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૫૦૦થી વધુ પશુ ચિકિત્સકો જોડાયા હતા.

આ પણ વાંચો : જખૌ બીચ પરથી ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલા ચરસના પેકેટ મળ્યા, જુઓ VIDEO

Tags :
Advertisement

.

×