Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સેવકોને મળ્યું સન્માન...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી

આજે વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકોને અદકેરુ સન્માન આપ્યું છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી હતી.
સેવકોને મળ્યું સન્માન   વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી
Advertisement

શંકરભાઈ ચૌધરીએ સેવક કર્મચારીઓની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કર્યો
સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે સેવકો સાથે સંવાદ પણ કર્યો

Gandhinagar: આજે વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભામાં મંત્રીઓના સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અદકેરુ સન્માન આપ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ  Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી

Advertisement

સાથે બેસી આઈસ્ક્રીમની મોજ માણીઃ

વિધાનસભામાં આજે બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિવિધ મંત્રીઓના સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે આઈસ્ક્રીમની મોજ માણી હતી. અધ્યક્ષ સાતે ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પણ જોડાયા હતા. આ સમગ્ર ઘટનાથી સેવકોમાં ખુશીની લહર જોવા મળી હતી.

સેવકો સાથે સંવાદ પણ કર્યોઃ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આજે બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભાના વિવિધ મંત્રીઓની ઓફિસમાં સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અદકેરુ સન્માન આપીને તેમની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કર્યો હતો. સેવક કર્મચારીઓ સાથે સ્નેહથી શંકરભાઈ ચૌધરી અને જેઠાભાઈ ભરવાડે આઈસ્ક્રીમની મોજ માણી હતી. શંકરભાઈ ચૌધરીએ આઈસ્ક્રીમની સાથે સાથે સેવક કર્મચારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ સંવાદમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ સેવકોની સમસ્યા જાણી અને ખબર અંતર પણ પુછ્યા હતા.

આ વખતે બજેટ સત્રમાં અધ્યક્ષે આપી હતી વોર્નિંગઃ

આ બજેટ સત્રમાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ધારાસભ્યો અને મંત્રીઓને શિસ્તના ધોરણે લાવવા કડક ટકોર કરવી પડી હતી. અધ્યક્ષ શંકરભાઈએ ટકોર કરી હતી કે આટલા વર્ષો બાદ પણ સૌને શીખવાડવું ન પડે તેવું થવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગૃહમાં અંદરોઅંદર વાતચીત ન થવી જોઈએ અને તમામ સભ્યોએ એકસમાન રીતે બેસીને સભાની ગરિમા જાળવવી જોઈએ. આ ઘટના અગાઉ અલ્પેશ ઠાકોર અને કાંતિ અમૃતિયાને ફોન પર વાત કરવા બદલ અધ્યક્ષે ટકોર કરી હતી.

આ પણ વાંચોઃ  Gujarat : વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી થયા નારાજ, કાંતિ અમૃતિયા ગૃહની અંદર ફોટો ખેંચતા આપ્યો ઠપકો

Tags :
Advertisement

.

×