ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sthanik Swaraj Election Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ!

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ ભાજપના પાયાના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યાઃ CR.Patil વડા પ્રધાન ના નેતુત્વમાં ભવ્ય જીત હાસિલ થઈ છે:મુખ્યમંત્રી   Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની...
07:03 PM Feb 18, 2025 IST | Hiren Dave
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ ભાજપના પાયાના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યાઃ CR.Patil વડા પ્રધાન ના નેતુત્વમાં ભવ્ય જીત હાસિલ થઈ છે:મુખ્યમંત્રી   Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની...
cm bhupendrapatel -crpatil

 

Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ (LocalElectionResults)બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી (SwarajJanadesh)કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઇ રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ(CR.Patil)ની હાજરીમાં ઉજવણી થઈ રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendrapatel)પણ વિજયોત્સવમાં જોડાયા છે.નોંધનીય છે કે અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.

ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે

આ  પણ વાંચો-Dinu Bogha Solanki ના કલેક્ટર પર પ્રહાર, કહું-આ મોટો ભ્રષ્ટાચારી છે..!

કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યાઃ પાટીલ

જીત પર સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. અમારી કલ્પના હતી તેમા હજુ કચાસ રહી હોય તેવું લાગ્યું છે. તમામ 68 નગરપાલિકા જીતવાનું લક્ષ્ય હતુ, સપાને 2 અને કોંગ્રેસને 1 નગરપાલિકા મળી છે. 7 નગરપાલિકામાં તમામ બેઠકો ભાજપે જીતી છે. વડાપ્રધાન મોદીને પ્રચંડ જન સમર્થન મળ્યું છે.કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રજાએ મુકેલા વિશ્વાસને એળે નહિ જવા દઈએ. જીત બાદ હવે જવાબદારીઓ પણ વધી છે.

આ  પણ વાંચો- Sthanik Swaraj Election Result 2025: ફરી ભાજપનો ભગવો લહેરાયો,10 નપામાં ક્લિન સ્વીપ, કોંગ્રેસ-AAP નાં સૂપડા સાફ

ભાજપના વિજ્યોત્સવ પર બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભાજપના વિજ્યોત્સવ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે, 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે.વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપને જીત મળી છે. પાર્ટી અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે. હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશુ.

આ  પણ વાંચો-Local Body Election Result : સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી નં.1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ગ્રાન્ડ વિજય મેળવ્યો છે. 68 નગરપાલિકાઓમાં 1403 બેઠકો પર જીત મેળવી, ભાજપે ગતચૂંટણીના તમામ રેકૉર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે.ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલની નેતૃત્વમાં પક્ષે મોટી સફળતા હાંસલ કરી છે. તેમનો નેતૃત્વ જનતાના પ્રચંડ આશીર્વાદથી મજબૂત બન્યો છે, અને ભાજપે ફરી એકવાર આ ચર્ચામાં આગળ રહી છે.વિપક્ષ અને તેમનાં જૂથવાદી મુદ્દાઓએ કોઈ અસર ન કરી, જ્યારે મોદીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના મજબૂત નેતૃત્વના કારણે ભાજપને આશાપૂર્વક સક્રિય અને સુપ્રસિદ્ધ કાર્યને અનુસરવામાં મદદ મળી. ત્યારે કોંગ્રેસનો વધુ એક ચૂંટણીમાં કારમો હાર થયો છે.જેમાં માત્ર 262 બેઠકો પર સીમિત રહી અને જ્યારે બાકી અન્ય પક્ષો મળીને માત્ર 247 બેઠકો પર જ મર્યાદિત રહી ગયા.

Tags :
BJPCMBhupendraPatelCRPatilElectionResults2025GujaratFirstGujaratLocalBodyElectiongujaratpoliticsLocalElectionResultsNagarpalikaElectionResultSthanikSwarajElectionSwarajJanadesh
Next Article