Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિક્ષક દિવસ પર જ Gandhinagar માં શિક્ષક ઉમેદવારોના ધરણા, સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન

Gandhinagar : એક તરફ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક અનોખું અને પીડાદાયક દૃશ્ય જોવા મળી રહ્યું છે.
શિક્ષક દિવસ પર જ gandhinagar માં શિક્ષક ઉમેદવારોના ધરણા  સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન
Advertisement
  • શિક્ષક દિવસ પર જ  Gandhinagar માં શિક્ષક ઉમેદવારોના ધરણા
  • ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન
  • ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માગ
  • શિક્ષકોની ચાલુ ભરતીમાં પૂરેપૂરી ભરતી કરવા માગણી
  • શિક્ષકોની કોન્ટ્રાકટ પ્રથાની ભરતી નાબૂદ કરવા માગણી

Gandhinagar : એક તરફ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં એક અનોખું અને પીડાદાયક દૃશ્ય જોવા મળી રહ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. શિક્ષક દિને જ આંદોલન કરવાની ફરજ કેમ પડી, તે પ્રશ્ન સૌના મનમાં ઉદ્ભવે છે. ત્યારે આવો જાણીએ આ આર્ટિકલમાં આજના આ ખાસ દિવસે જ કેમ શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

આંદોલનનું મુખ્ય કારણ : અધૂરી ભરતીઓ અને કોન્ટ્રાક્ટ પ્રથા

શિક્ષક દિવસ એ ગુરુજનોનું સન્માન કરવાનો દિવસ છે, પરંતુ આ દિવસે જ શિક્ષક બનવાની લાયકાત ધરાવતા યુવાનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલનનું મુખ્ય કારણ શિક્ષણ વિભાગ દ્વારા ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવી અને જે ભરતીઓ ચાલી રહી છે તે પણ પૂરેપૂરી ન કરવી તે છે.

Advertisement

Gandhinagar માં ઉમેદવારોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

  • ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની નવી ભરતી તાત્કાલિક બહાર પાડવામાં આવે.
  • શિક્ષકોની ચાલુ ભરતી પ્રક્રિયામાં તમામ ખાલી જગ્યાઓ પૂરેપૂરી ભરવામાં આવે.
  • શિક્ષકોની કોન્ટ્રાક્ટ પ્રથાની ભરતી તાત્કાલિક નાબૂદ કરવામાં આવે.

ઉમેદવારોનું કહેવું છે કે સરકારી શાળાઓમાં વિશેષ શિક્ષકોની ભારે અછત છે, જેના કારણે વિદ્યાર્થીઓને આ વિષયોનું યોગ્ય શિક્ષણ મળતું નથી. બીજી તરફ, લાયકાત ધરાવતા શિક્ષકો બેરોજગાર છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ વર્ષોથી સરકારને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી.

Advertisement

કોન્ટ્રાક્ટ પ્રથા, અન્યાયી શોષણનો મુદ્દો

આ આંદોલનમાં એક મહત્વનો મુદ્દો કોન્ટ્રાક્ટ પ્રથાનો હતો. આ પ્રથા હેઠળ શિક્ષકોને કાયમી નોકરીને બદલે કરાર આધારિત નોકરી આપવામાં આવે છે. આમાં પગાર ઓછો હોય છે અને નોકરીની સુરક્ષા હોતી નથી. કહેવામાં આવે છે કે, આ પ્રથાને કારણે શિક્ષકોનું શોષણ થાય છે અને શિક્ષણની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે. આથી, ઉમેદવારો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે, જેથી શિક્ષકોને તેમના કામનું યોગ્ય વળતર મળે અને શિક્ષણ વ્યવસાયને સન્માન અને સુરક્ષા મળે.

આંદોલનને મળેલ રાજકીય ટેકો

શિક્ષક ઉમેદવારોના આંદોલનને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટેકો આપ્યો છે. તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને મળ્યા અને તેમની માંગણીઓને સમર્થન આપ્યું. કોઈપણ આંદોલનને જ્યારે રાજકીય નેતાઓનો ટેકો મળે છે, ત્યારે તે વધુ વેગવંતું બને છે અને તેની વાત સરકાર સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :   5 સપ્ટેમ્બરના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે Teachers Day ? જાણો ક્યારે થઇ શરૂઆત

Tags :
Advertisement

.

×