Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : શિક્ષક દિવસ નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવા શિક્ષકોને આદેશ

શિક્ષકો દ્વારા એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં (Government Treasury) જમા કરાવવા આદેશ પણ કરાયો છે.
gandhinagar   શિક્ષક દિવસ નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવા શિક્ષકોને આદેશ
Advertisement
  1. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપતા વિવાદ સર્જાયો
  2. શિક્ષક દિન નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવા શિક્ષણ વિભાગની સૂચના
  3. એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવા આદેશ

Gandhinagar : રાજ્યમાં શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવાતા હડકંપ મચી જવા પામ્યો છે. શિક્ષક દિન (Teachers' Day) નિમિત્તે સ્થાનિક સ્તરે શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપતા ભારે વિવાદ સર્જાયો છે. શિક્ષકો દ્વારા એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં (Government Treasury) જમા કરાવવા આદેશ પણ કરાયો છે. ફાળો એકત્ર કરવા બાબતે નિયંત્રણ અધિકારીને જવાબદારી સોંપાઈ હોવાની માહિતી છે.

આ પણ વાંચો - અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈ બનાસકાંઠા પોલીસનું મોકડ્રીલ : આતંકવાદી હુમલાની સ્થિતિમાં યાત્રિકોના બચાવની કવાયત

Advertisement

શિક્ષક દિવસ એ શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપતા વિવાદ સર્જાયો!

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં શિક્ષણ વિભાગનાં વધુ એક નિર્ણયથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે અને ભારે વિવાદ સર્જાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવા વિવિધ શાળાનાં શિક્ષકોને કામ સોંપાતા વિવાદ ઊભો થયો છે. શિક્ષણ વિભાગે (Gujarat Education Department) શાળા શિક્ષકોને જિલ્લામાં ઔદ્યોગિક એકમો તથા ઉદ્યોગપતિઓ પાસે પણ ફાળો એકત્ર કરવા સૂચના આપી હોવાની માહિતી છે. એક સપ્તાહ સુધી આ ફાળો એકત્રિત કરી શકાશે. એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવા આદેશ પણ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : વલ્લભીપુર-બરવાળા હાઇવે પર ગંભીર અકસ્માત, કાર ખાડામાં ખાબકી અને આગ લાગી

એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવા આદેશ

માહિતી મુજબ, નગર શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, યુનિવર્સિટીને ફાળો એકત્ર કરવાનો આદેશ કરાયો છે. જ્યારે ફાળો એકત્ર કરવા બાબતે નિયંત્રણ અધિકારીને જવાબદારી સોંપાઈ છે. જો કે, શિક્ષણ વિભાગનાં આ નિર્ણય સામે કેટલીક શાળા અને શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Ahmedabad : સેવન્થ ડે શાળાનાં પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- સ્કૂલમાં પહેલાથી જ..!

Tags :
Advertisement

.

×