ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : 'દાદા' સરકારનો દંડો! રાજ્ય સરકારે વધુ 3 અધિકારીને કર્યા ઘરભેગા

આગામી 3 મહિનાનાં પગાર ભથ્થા આપીને તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.
09:41 PM Jan 30, 2025 IST | Vipul Sen
આગામી 3 મહિનાનાં પગાર ભથ્થા આપીને તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.
Gandhinagar_Gujarat_first
  1. રાજ્ય સરકારે વધુ 3 અધિકારીઓને કર્યા ઘરભેગા (Gandhinagar)
  2. રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગે લીધો નિર્ણય
  3. વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા
  4. અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ જ રહેશે

Gandhinagar : રાજ્યની 'દાદા' સરકાર દ્વારા સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા અધિકારીઓ સામે લાલ આંખ કરાઈ છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ 3 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગે વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : જાતીય સતામણીનાં આરોપ બાદ પ્રોફેસર વિરુદ્ધ GTU ની કડક કાર્યવાહી!

વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ (Forest and Environment Department) દ્વારા 3 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા છે. આગામી 3 મહિનાનાં પગાર ભથ્થા આપીને તેમને ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપવામાં આવી છે. જો કે, આ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ જ રહેશે અને જો તપાસમાં દોષી સાબિત થશે તો તે પ્રમાણે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.

આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

આ અધિકારીઓને અપાઈ ફરજિયાત નિવૃત્તિ

રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ (Gandhinagar) દ્વારા જે ત્રણ અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ મુનાફ શેખ (મદદનીશ વન સંરક્ષક, મોરબી), કંચનભાઈ બારીયા (મદદનીશ વન સંરક્ષક, છોટાઉદેપુર) અને રશ્મીનભાઇ મન્સૂરી (પરીક્ષેત્ર વન અધિકારી હિંમતનગર) ના નામ સામેલ છે.

આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી

Tags :
Breaking News In GujaratiCompulsory RetirementCorruptionDada GovernmentDepartmental InvestigationForest and Environment DepartmentGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratimorbiNews In Gujarati
Next Article