Gujarat Cabinet Expansion: મંત્રી મંડળ વિસ્તરણની ગણાતી ઘડીઓ, કોને પડતા મુકાશે અને જાણો કોની લોટરી લાગશે?
- Gujarat Cabinet Expansion: મંત્રી મંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે કરી મુલાકાત
- 5 કલાકની બેઠકમાં મંત્રી મંડળ, સંગઠનને અપાયો ઓપ
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે. મંત્રી મંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા થઇ છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે. 5 કલાકની બેઠકમાં મંત્રી મંડળ, સંગઠનને ઓપ અપાયો છે. હાલના કરતા બૃહદ મંત્રી મંડળની રચના થઈ શકે છે. તથા વર્તમાન કેટલાક મંત્રીઓને પડતા મુકાવાની ચર્ચા તેજ થઇ છે.
રાજ્યના રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાનો માહોલ ગરમ બન્યો
રાજ્યના રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે કારણ કે મુખ્યમંત્રી સહિતના મહત્વના નેતાઓએ દિલ્હી ખાતે રાત્રે રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મુલાકાત માત્ર સૌજન્ય ન હોવાથી, રાજકીય કારણો તેની પાછળ હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને સંભાવિત મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આ મુલાકાતને ખાસ મહત્વ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ દિલ્હીમાં રહીને ઉચ્ચ સ્તરીય મંત્રીઓ તેમજ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરી હતી. સંભવિત નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવા અંગે ચર્ચા ચાલી હોવાનું પણ જાણવામાં આવે છે.
Gujarat Cabinet Expansion: નવો વિસ્તરણ શક્ય હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે
માહિતી મુજબ, દિલ્હીમાં મુખ્યમંત્રી સાથે કેટલાક વરિષ્ઠ પ્રભારી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા ઉપરાંત આગામી રાજકીય રણનીતિ પર પણ વિચારણા કરવામાં આવી છે. કેન્દ્ર સાથે સુમેળ સાધીને વિકાસકાર્યો વધુ ગતિએ આગળ વધે તેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સૂત્રો કહે છે. રાજ્યભરમાં તાજેતરમાં થયેલા કેટલાક ફેરફારો બાદ નવા મંત્રીઓની સંભાવના મજબૂત બની છે. નવો વિસ્તરણ શક્ય હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.
રાજકીય વર્તુળોમાં અટકળો ઉછળતી
મુખ્યમંત્રી અને અન્ય નેતાઓના દિલ્હી રોકાણ બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ઉછળવા લાગી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે આ માત્ર નિયમિત મુલાકાત છે, જ્યારે અન્ય સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોઈ શકાય છે. આ રીતે દિલ્હીમાં થયેલી આ બેઠક અને રાત્રે રોકાણ પછી રાજ્યના રાજકારણમાં નવી ગતિ આવી છે. હવે સૌની નજર કેન્દ્ર તરફ છે કે આગામી અઠવાડિયે આ ચર્ચાઓનું શું પરિણામ સામે આવે છે.
નવા મંત્રીમંડળમાં 7થી 8 નવા ચહેરા જોવા મળી શકે છે
નવા મંત્રીમંડળમાં 7થી 8 નવા ચહેરા જોવા મળી શકે છે. જેમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. વીજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અર્જૂન મોઢવાડિયાનું નામ પણ લાંબા સમયથી ચર્ચામાં ચાલે છે. અમિત ઠાકરને પણ મંત્રાલયમાં સ્થાન મળી શકે છે. રાજકોટથી ભાજપ નેતા ઉદય કાનગડનું નામ પણ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રનો દિગ્ગજ ચહેરો જયેશ રાદડિયા પણ મંત્રીપદની રેસમાં છે. હીરાભાઈ સોલંકીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 3થી 4 વર્તમાન મંત્રીઓના પત્તા કપાવાની જોરશોરથી ચર્ચા છે. મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે બચુ ખાબડનું પત્તુ કપાઈ શકે છે. વિવાદોના કારણે ભીખુસિંહ પરમારનું પત્તું કપાઈ શકે છે તથા નાદૂરસ્ત તબિયતના લીધે કૃષિમંત્રી રાઘવજી પટેલની પણ બાદબાકીની શક્યતા છે.
આ પણ વાંચો: Mehsana: સરકારના હર ઘર સ્વદેશી અભિયાનમાં મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો


