ગુજરાતના બે વરિષ્ઠ ‘આઈએએસ’ અધિકારી એક સાથે થઈ રહ્યા છે નિવૃત્ત
ગુજરાત સરકારના બે ‘સિનિયર મોસ્ટ’ આઈએએસ અધિકારીઓ ૩૧મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોઈ તેઓના ભાવિ વિષે રાજ્યના આઈએએસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ ઉદ્યોગ સચિવ શ્રી રાજીવ ગુપ્તા ચાલુ માસના અંતે ‘રિટાયર’ થઈ જશે. એક જ દિવસે બે વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થતા હોય એવી આ તવારિખી ઘટના છે.ઉપરોક્ત બન્ને અધિકારીઓ સરકારના વિશ્વાસુ અને સક્ષમ ગણાય છે, તેથી તેઓàª
Advertisement
ગુજરાત સરકારના બે ‘સિનિયર મોસ્ટ’ આઈએએસ અધિકારીઓ ૩૧મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોઈ તેઓના ભાવિ વિષે રાજ્યના આઈએએસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ ઉદ્યોગ સચિવ શ્રી રાજીવ ગુપ્તા ચાલુ માસના અંતે ‘રિટાયર’ થઈ જશે. એક જ દિવસે બે વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થતા હોય એવી આ તવારિખી ઘટના છે.
ઉપરોક્ત બન્ને અધિકારીઓ સરકારના વિશ્વાસુ અને સક્ષમ ગણાય છે, તેથી તેઓની સેવાઓનો વધુ લાભ લેવાની તક જતી કરવામાં નહીં આવે એવું મોટાભાગના વહીવટી વર્તુળોનું માનવું છે. આ સંજોગોમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લક્ષમાં રાખીને શ્રી પંકજકુમારને તેમના વર્તમાન હોદ્દા પર જ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ સુધી ‘એક્સ્ટેન્શન’ આપીને ચાલુ રાખવામાં આવે એવી પૂરી શક્યતા છે. જ્યારે ઉદ્યોગ સચિવ શ્રી રાજીવ ગુપ્તાને પણ નિવૃત્તિ બાદ મોટી જવાબદારી સોંપાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ગુજરાત નવા મુખ્ય સચિવ તરીકે ગૃહ સચિવ શ્રી રાજકુમારનું નામ સહુથી આગળ હોવાનું મનાય છે. જો શ્રી પંકજકુમારને ‘એક્ષ્ટેન્શન’ નહીં અપાય તો હજુ થોડાં મહિના પહેલાં જ નવી દિલ્હીથી ‘ડેપ્યુટેશન’ પરથી પરત આવેલા શ્રી રાજકુમાર મુખ્ય સચિવ બને તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, શ્રી રાજીવ ગુપ્તા અત્યંત વિશ્વાસુ અધિકારી હોવાથી તેઓને નર્મદા નિગમના ‘ચેરમેન-કમ-એમડી’ બનાવાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. શ્રી ગુપ્તા હાલ ઉદ્યોગ સચિવ ઉપરાંત, નર્મદા નિગમના ‘મેનેજીંગ ડાયરેક્ટર’ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.
રાજ્યના બે વરિષ્ઠ અધિકારીઓની નિવૃત્તિ અને તેઓના ભાવિ વિષે હાલ ગુજરાતના આઈએએસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ શું નિર્ણય જાહેર કરે છે તેના પર સહુની દ્રષ્ટિ મંડાયેલી છે.


