Union Budget 2025 : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનું નિવેદન
- કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ (Union Budget 2025)
- વિકસિત ભારત 2047 ના સંકલ્પને પૂર્ણ કરનારું બજેટ : CM
- કેન્દ્રીય બજેટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
- ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સમર્પિત આ બજેટ : હર્ષ સંઘવી
કેન્દ્ર સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં કેન્દ્ર સરકારનું બજેટ (Union Budget 2025) રજૂ કર્યું હતું. આ બજેટને લઈ અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. દરમિયાન, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વિટ કરીને બજેટને આવકાર્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલે (CR Patil) પણ બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો - Union Budget 2025 : પૂર્વ CM વિજય રૂપાણી, GCCI, RCCI ની બજેટ પર પ્રતિક્રિયા
બજેટમાં કૃષિ, લઘુ ઉદ્યોગ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ પર ફોક્સ કરાયું : CM
કેન્દ્ર સરકારનાં બજેટ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી લખ્યું કે, આ બજેટ વિકસિત ભારત 2047 ના સંકલ્પને પૂર્ણ કરનારું છે. ખેડૂત, ગરીબ, યુવાઓનાં વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. બજેટમાં કૃષિ, લઘુ ઉદ્યોગ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ પર ફોક્સ કરાયું છે. આ સાથે મુખ્યમંત્રીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનાં સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતનાં મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો - Union Budget 2025 : ખેડૂત, વિદ્યાર્થી, કામદારોને બજેટમાંથી શું મળ્યું ? જાણો સરકારની મોટી જાહેરાતો
આ બજેટ વિકસિત ભારતની ગતિને વેગ આપશે : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી કેન્દ્ર સરકારનાં બજેટને (Union Budget 2025) આવકાર્યું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે, ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્ત્વ હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણને ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સમર્પિત કેન્દ્રીય બજેટ રજૂ કરવા બદલ ખૂબ-ખૂબ આભાર અને અભિનંદન, જે વિકસિત ભારતની ગતિને વેગ આપશે.
PM મોદીએ દેશનાં દરેક વર્ગ માટે કંઈક પૂરું પાડવાનો પ્રયાસ કર્યો : CR પાટીલ
કેન્દ્રીય મંત્રી CR પાટીલે (CR Patil) બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પ્રસ્તુત બજેટ (Union Budget 2025) સર્વાંગી વિકાસ માટે જરૂરી હતું. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશનાં દરેક વર્ગ માટે કંઈક પૂરું પાડવાનો પ્રયાસ કર્યો. જળ-જીવન મિશન વિશે વાત કરીએ તો, 15.44 કરોડ ઘરોમાં આપવામાં આવતા પાણીથી ઘણી મહિલાઓને ફાયદો થયો છે, જેનાથી તેમના 5.30 કલાક પાણી લાવવાનો સમય બચી ગયો છે. WHO રિપોર્ટ કહે છે કે સ્વચ્છ પાણી પુરવઠાને કારણે, છેલ્લા 5 વર્ષમાં 4 લાખ બાળકોને મૃત્યુથી બચાવી લેવામાં આવ્યા છે અને કુલ 8.4 લાખ કરોડ રૂપિયા જે માતા-પિતા દ્વારા બાળકોની સારવાર પર ખર્ચવામાં આવતા હતા. અમે આગામી દિવસોમાં 4.39 કરોડ ઘરોમાં સ્વચ્છ પાણી પૂરું પાડીશું."
આ પણ વાંચો - Budget 2025 : બજારને પસંદ ન આવી ટેક્સ સંબંધિત જાહેરાત! તેજી બાદ અચાનક કડાકો