Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : દેશમાં આજે ગુજરાત કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, BJP ની સરકાર હેઠળ ગુજરાતની સરહદો દુશ્મનો માટે અભેદ કિલ્લા સમાન બની છે.
amit shah in gujarat   દેશમાં આજે ગુજરાત કાયદો વ્યવસ્થા  રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર   અમિત શાહ
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમ (Amit Shah in Gujarat)
  2. રામકથા મેદાનમાં ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું
  3. 112 જનરક્ષક પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ, ગુજરાત પોલીસનાં નવા 534 વાહનોનું લોન્ચિંગ કર્યું
  4. ગૃહ વિભાગના રૂ. 217 કરોડના નવનિર્મિત રહેણાંક અને બિનરહેણાંક મકાનોનું ઈ-લોકાર્પણ કર્યું
  5. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રામકથા મેદાનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી. દરમિયાન તેમણે ગૃહ વિભાગનાં વિવિધ પ્રોજેક્ટ્સ 112 જનરક્ષક પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ (112 Genrakshak Projects), ગુજરાત પોલીસનાં નવા 534 વાહનોનું લોન્ચિંગ, ગૃહ વિભાગના રૂ. 217 કરોડનાં નવનિર્મિત રહેણાંક અને બિનરહેણાંક મકાનોનું ઈ-લોકાર્પણ કર્યું. દરમિયાન, ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા આપવામાં આવેલ IS- 15700 સર્ટિફિકેટનું વિતરણ પણ કરાયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું

આજે ગુજરાત પ્રવાસનાં બીજા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં રામકથા મેદાનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી. દરમિયાન, તેમણે ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. જે હેઠળ 112 જનરક્ષક પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ, ગૃહ વિભાગના રૂ. 217 કરોડનાં નવનિર્મિત રહેણાંક અને બિનરહેણાંક મકાનોનું ઈ-લોકાર્પણ અને ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા આપવામાં આવેલ IS- 15700 સર્ટિફિકેટનું વિતરણ સામેલ છે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો, પોલીસ વાહનોનું લોકાર્પણ થયું છે જે પોલીસ વિભાગને વધુ મજબૂત કરશે.

Advertisement

Advertisement

BJP સરકારમાં ગુજરાતની સરહદો દુશ્મનો માટે અભેદ કિલ્લા સમાન : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) લોકોને સંબોધિત કરી જણાવ્યું હતું કે, ગુજરાતની સુરક્ષામાં આજે વધુ વધારો થયો છે. ગુજરાતની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્ત્વમાં આજે ગુજરાત ગૃહ વિભાગે મહત્ત્વનાં 3 પગલાં ભર્યા છે. તેમણે કહ્યું કે, BJP ની સરકાર હેઠળ ગુજરાતની સરહદો દુશ્મનો માટે અભેદ કિલ્લા સમાન બની છે. એક સમય ગુજરાતમાં અનેકો દિવસ સુધી કર્ફ્યૂ જોવા મળતો હતો. પરંતુ, હવે સમગ્ર દેશમાં ગુજરાત કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર છે.

આ પણ વાંચો - Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ

રાજ્ય અને રાષ્ટ્રના વિકાસને વડાપ્રધાનના શાસનમાં વેગ મળ્યો : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર સાહેબની 150 મી જન્મજયંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી ઉજવાઈ રહી છે. રાજ્ય અને રાષ્ટ્રનાં વિકાસને વડાપ્રધાનના શાસનમાં વેગ મળ્યો છે. નવા પડકારોને પહોંચી વળવા વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી ટેક્નોલોજીની મદદથી પોલીસને શસ્ક્ત બનાવી છે. સ્વદેશીની મંત્રને અપનાવીએ અને આવનારા તહેવારોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા CM એ અપીલ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમિત શાહને દેશના સૌથી લાંબો સમય ગૃહમંત્રી રહ્યા તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. સાથે જ બિહાર રાજનીતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બિહારમાં હલકી કક્ષાની રાજનીતિ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂજનીય માતા વિશે જે અપશબ્દો બોલવામાં આવ્યા તે દેશ ચલાવી નહીં લે.

આ પણ વાંચો - Ahmedabad : આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, 6 આરોપીની ધરપકડ

હવે ઇમરજન્સી નંબર તરીકે એક માત્ર નંબર 112 થી મદદ મળશે : હર્ષ સંઘવી

બીજી તરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું હતું કે, આજે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો અને પોલીસ વાહનોનું લોકાર્પણ થયું. હવેથી ઇમરજન્સી નંબર તરીકે માત્ર એક જ નંબર 112 થકી લોકોને મદદ મળી રહેશે. જનતાએ પોલીસ, અભ્યમ, ફાયર હોય કે એમ્બ્યુલન્સની મદદ માટે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. તમામ એજન્સીઓ એક જ નંબર થકી મદદે પહોંચશે. 112 જનરક્ષકની ગાડીને (112 Genrakshak Projects) જોઈ પોલીસ સ્ટેશનની સીમા નડશે નહીં જે નજીક હોય તે ગાડી મદદે પહોંચી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સાઇબર ક્રાઈમને પહોંચી વળવા માટે પણ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Amreli : જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જાણો આગાહી!

Tags :
Advertisement

.

×