Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું કર્યું લોકાર્પણ

કાર્યક્રમમાં હાજરી આપવા સાથે અમિત શાહે ઈફ્કો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું છે
gujarat   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે  ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું કર્યું લોકાર્પણ
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં
  • કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો
  • અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. જેમાં અમિત શાહે કલોલમાં ઈફ્કોના કાર્યક્રમમાં હાજરી આપી છે. કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ અતિથી તરીકે હાજર રહ્યા છે. સાથે જ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે.

Advertisement

અમિત શાહે ઈફ્કો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

કાર્યક્રમમાં હાજરી આપવા સાથે અમિત શાહે ઈફ્કો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું છે. તેમજ સમારોહમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતુ કે આજે રામનવમી ખૂબ શુભ દિવસ છે તેમજ ભાજપનો સ્થાપના દિવસ છે. ઇફ્કો કલોલ પ્લાન્ટ સાથે બીજ સંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન થયુ છે. ભારત અને સમગ્ર દુનિયામાં ઇફકોએ ઉત્તમ કામ કરવાની પદ્ધતિ સાથે ઇફ્કો ચાલ્યું છે. ઘર ઘર સુધી પહોંચ બનાવવાની કોઈ પણ કંપનીને શરમાવે તેવી કામગીરી કરી બતાવી છે. ઇફ્કોની શતાબ્દી મનાવાશે ત્યારે દુનિયામાં ડંકો વાગશે યાદ રાખજો. ઇફકોના કલોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું તે 50 વર્ષ પહેલા ઉત્પાદનની વાત આવી ત્યારે પણ ઇફકો નંબર 1 રહ્યું છે. ઇફકોના નેનો યુરિયા અને નેનો ડીએપી વિશ્વભરમા પહોંચતા થયા છે. ખેડૂતને મજબૂત બનાવ્યા છે.

Advertisement

બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ છે

બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ છે. જેમાં નરેન્દ્ર મોદીએ સમાજ જીવનમાં દરેક ક્ષેત્રે નવી શરૂઆત કરી છે. આવતા વર્ષના વિકાસ કાર્યોનું કામ વડાપ્રધાને કર્યું છે. સૌ સહકારીને કહું છું સ્વતંત્ર સહકારિતાના યસ વડાપ્રધાનને જાય છે. ત્રિભુવન કાકા કોંગ્રેસના રહ્યા છતાં કોંગ્રેસે તેમનો વિરોધ કર્યો છે. જેમાં વડાપ્રધાને ભાજપ કોંગ્રેસ બાજુમાં રાખી આ ક્ષેત્રે વિકાસ કર્યો છે. આધુનિક શિક્ષણ, કો ઓપરેટિવ અને પારદર્શિતા લાવવાનું કામ વડાપ્રધાને કર્યું છે. અનેક પ્રકારના વિશેષણના આધારે તારણો અને આવનાર 50 વર્ષની દિશાનું કામ કર્યું છે. ઇફકોની રેકોર્ડ છે જે કામ લીધું હાથે તે પૂરું કર્યું છે. આ પ્લાન્ટનું બીજ જમીનનું ઉત્પાદન વધારશે. નાનકડી તકતીમાં ભલે હોય આજે બીજ સંશોધનના પાયા નખાયા છે તે આવનાર સમયમાં મજબૂત કામ કરશે.

3 રાજ્યોના 5 જગ્યાએ ખાતરનું ઉત્પાદન થાય છે

3 રાજ્યોના 5 જગ્યાએ ખાતરનું ઉત્પાદન થાય છે. 40 હજાર કરોડ રુપિયાનું ટર્ન ઓવર ઇફકોનું રહ્યુ છે. ઇફ્કોએ પરિવર્તન માટે ઘણા પ્રયાસ કર્યા છે. જેમાં પર્યાવરણની દૃષ્ટિ પહેલા બેકફૂટ હતા આજે ફ્રન્ટ ફૂટ પર છીએ. ખીસામાં મૂકીને જાય તો ખયાલ પણ ના આવે કે ફર્ટિલાઇઝર લઈને જાય છે આ ઇફકોનો કમાલ છે. આ પ્રોડક્ટ ખેતરમાં નાખ્યા પછી અન્ય કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી આ જવાબદારી ઇફકોના વૈજ્ઞાનિકોને જાય છે. લિકવિડ યુરિયાને કારણે મહિલાઓ ડ્રોન ઉડાવતી થઈ છે. આપડા ખેડૂતોની સદ્ધરતા આવનાર 50 વર્ષમાં આપડી ખેતીને આધુનિક બનાવશે પર્યાવરણ બચાવશે.

રામરાજ્ય સાથે સહકારિતાનું યોગદાન રહ્યું છે

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કરતા જણાવ્યું છે કે ઇફકો કલોલના 50 વર્ષ અને બીજ કેન્દ્રીય સિલાન્યશ સમારોહમાં સૌનું સ્વાગત છે. રામરાજ્ય સાથે સહકારિતાનું યોગદાન રહ્યું છે. સહકારિતા ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. વડાપ્રધાન અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારિતા ક્ષેત્રે સારી કામગીરી થઈ રહી છે. ઇફકો કલોલ પ્લાન્ટનો સિલાન્યાસ થયો છે. જેમાં ખેડૂતો માટે સહકારિતા ક્ષેત્રે વિરાટ વટ વૃક્ષ થયું છે. વડાપ્રધાન અને અમિત ભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ભારત સતત આગળ વધી રહ્યું છે. ખેડૂતોની ઉપજ માટે સરસ કામ ઇફકોને ફાડે જાય છે. અમિત ભાઈ શાહ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે ઉભરી આવ્યા છે. અમિત ભાઈના નેતૃત્વમાં દેશની સૌથી મોટી ખાધ્ય પદ્ધતિ સફળ થઈ છે. આજે 89 હજાર મંડળીઓ કાર્યરત છે. સહકારિતાને પ્રોત્સાહન માટે બજેટ માં ખાસ જોગવાઈ કરાઈ છે. જેમાં 2047 માં વિકસિત ભારત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમિત શાહ કટિબદ્ધ છે.

આ પણ વાંચો: Gujarat : જાણો વક્ફ કાયદા પર શું બોલ્યા સી.આર.પાટીલ ?

Tags :
Advertisement

.

×