Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- Amit Shah Gujarat visit: વાવોલમાં 'એક પેડ મા કે નામ' અભિયાનમાં હાજર રહેશે
- શિક્ષણ વિભાગના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં આપશે હાજરી
- ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 કલાકે કરશે બેઠક
Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમજ વાવોલમાં 'એક પેડ મા કે નામ' અભિયાનમાં હાજર રહેશે. શિક્ષણ વિભાગના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં હાજરી આપશે. AMCના ટ્રંકલાઈન પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
ગાંધીનગરના ગટર અને પાણીના કામોની સમીક્ષા કરશે
ગાંધીનગરના ગટર અને પાણીના કામોની સમીક્ષા કરશે. તથા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 કલાકે બેઠક કરશે. ક્લોલ ખાતે બપોરે 3 કલાકે ભોજન રથનું લોકાર્પણ કરશે. તેમજ કલોલ ખાતે જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ તથા કલોલમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. માણસા APMCના નવા કાર્યાલયનું લોકાર્પણ કરશે. માણસામાં વિદ્યાસંકુલનું લોકાર્પણ કરશે તથા કુળદેવી બહુચર માતાના મંદીરે પરિવાર સાથે પૂજા કરશે. તથા કેસરીયા ગરબા તથા સાર્વજનિક ગરબામાં ઉપસ્થિત રહેશે.
Amit Shah Gujarat visit: અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
ગઇકાલે ગુજરાતના સુરત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા સહિતના કાર્યકમોમાં ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગઇકાલે સવારે તેઓએ સુરત ખાતે નિર્માણ પામનાર ઇસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. બપોરે શેઠ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ખાતે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજના દર્શન કર્યા છે. ત્યારબાદ અમદાવાદના જોધપુર તથા સરખેજમાં નવરાત્રીના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
નવરાત્રી નિમિત્તે માણસામાં કુળદેવીના દર્શન કરશે
આજે તેઓ ગાંધીનગરમાં વિવિધ 11 સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ઈફ્કો ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગાંધીનગર, માણસા અને કલોલના વિવધ કાર્યક્રમમાં ભાગ લેશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. તેઓ ગાંધીનગરમાં ગટર અને પાણીના કામોની અને અમદાવાદમાં ટ્રંક લાઈનના કામોની સમીક્ષા કરશે. અમિત શાહ સ્ટાર્ટ કોંકલેવ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા નવરાત્રી નિમિત્તે માણસામાં કુળદેવીના દર્શન કરશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 23 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?