કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે Harshbhai Sanghvi ના કર્યા વખાણ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યા હર્ષભાઈ સંઘવીના વખાણ
- ફોન કર્યાના 24 કલાકમાં નિરાકરણ લાવવાનો હર્ષભાઈનો રેકોર્ડ:અમિત શાહ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન હર્ષભાઈના કર્યા વખાણ
Amitbhai Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ (Amitbhai Shah)શાહે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના કાર્યની વિશેષ પ્રશંસા કરી હતી .તેઓએ જણાવ્યું કે હર્ષભાઈ નાગરિકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે જાણીતા છે.ફોન કર્યાના 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે
ગુજરાત પ્રવાસ દરમિયાન હર્ષભાઈના વખાણ
અમિત શાહે હર્ષ સંઘવીના નેતૃત્વની પ્રસંશા કરતા જણાવ્યું કે "હું હાજર હોઉં કે ન હોઉં,હર્ષભાઈ ગાંધીનગરના પ્રભારી મંત્રી તરીકે તેમના કાર્યમાં સંપૂર્ણ પ્રતિબદ્ધ રહે છે.અમિતભાઈ શાહના મતેહર્ષભાઈની આ જવાબદારીશીલતાના કારણે ગુજરાતના વહીવટી તંત્રને નવી દિશા મળી રહી છે.
View this post on Instagram
લોકોની સમસ્યાઓના ઉકેલ માટેની તેમની પ્રતિબદ્ધતા ઉદાહરણરૂપ
અમિત શાહે તેમના પ્રવાસ દરમિયાન હર્ષભાઈના પ્રયાસોને વખાણતા જણાવ્યું કે તેઓ કઠોર મહેનત અને કાર્યકુશળતાથી ગુજરાતને વધુ પ્રગતિશીલ બનાવવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટેની તેમની પ્રતિબદ્ધતા નેતૃત્વ માટે ઉદાહરણરૂપ છે.
આ પણ વાંચો-Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે GIFT-IFI, GIFT-IFIH નું ઉદઘાટન
અમિત શાહભાઈના વરદ હસ્તે માર્ગ અને મકાન લોકાર્પણ કર્યું
ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહભાઈના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રૂ.19,378 લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પોના તથા રેલવે વિભાગના અંડરપાસ સહિતના વિકાસકાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
2047માં દેશને દરેક ક્ષેત્રે દુનિયાનો નંબર વન દેશ બનશે:અમિતભાઈ શાહે
દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં જે આમુલચૂર પરિવર્તન જે થયું તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના કર્મઠ, જાગૃત અને સંવેદનશીલ નેતૃત્વને આભારી છે. અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું કે, આજે ભારત 11માં ક્રમાંકથી આપણું અર્થતંત્ર પાંચમાં ક્રમાંકે પહોંચ્યું છે અને આવનારા સમયમાં મોદીજીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ચોક્કસથી બનશે. 2047માં દેશને દરેક ક્ષેત્રે દુનિયાનો નંબર વન દેશ બનાવવા નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓના સહયોગથી અવિરતપણે કાર્યરત છે.
મંત્રી હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું
રાજ્ય સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતાં જણાવ્યું કે, આપણાં સાંસદ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને કલોલની જનતા વતી આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના વિકાસ માટે નાના નાના ગામોથી લઈને શહેર સુધી વિકાસના નિરંતર પ્રયાસ અમિત શાહ દ્વારા કરવામાં આવે છે. વિસ્તારમાં વિકાસ કાર્યોને માટે શાહ દિલ્લીથી પણ નિરંતર ફોલોઅપ લેતા હોય છે અને આ ફોલોઅપના કારણે વિસ્તારમાં એક પછી એક મહત્વના અનેક કામો મંજૂર થયા અને માત્ર મંજૂર જ નહીં આ કાર્યો પૂર્ણ પણ થયા છે.


