Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGRC Mehsana: ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું - CM ભૂપેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું
vgrc mehsana  ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું   cm ભૂપેન્દ્ર પટેલ
Advertisement
  • VGRC Mehsana: ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન
  • ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત @2047’ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા
  • સ્વદેશી અપનાવીને દેશને વધુ મજબૂત બનાવીએ: CM ભૂપેન્દ્ર પટેલ

VGRC Mehsana: ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. આ આયોજન ઉત્તર ગુજરાતની ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત @2047’ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભવ્ય સંમેલનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.

ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતા જણાવ્યું છે કે ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું છે. 2003 વાઈબ્રન્ટ સમિટથી આજે ગુજરાત અગ્રેસર છે. એક્સપોટમાં 27 ટકા ગુજરાતનો ફાળો છે. સ્કીલ પાવર પર ભાર આપવામાં આવ્યો છે. તેમજ ઉતર ગુજરાત ગુજરાતના વિકાસનું સાક્ષી બન્યું છે. તથા સૌથી વધુ MOU ઉતર ગુજરાતમાંથી થાય છે.

Advertisement

Advertisement

VGRC Mehsana: વેપાર માટે પાણી અને ખેતીનું મહત્વ

વેપાર માટે પાણી અને ખેતીનું મહત્વ છે. ઉતર ગુજરાતની સૌથી મોટી સમસ્યા પાણી હતી. ઉત્તર ગુજરાત અલગ અલગ યોજના થકી પાણી પહોંચ્યું છે. આજ ખેડૂત 1 થી વધુ સીઝનનો પાક લેતા થાય છે. ઉતર ગુજરાતમાં ઉત્પાદન થતું ઈસબગુલ વિશ્વમાં પ્રખ્યાત થયું છે. એશિયાનું સૌથી મોટો સોલર પ્લાન્ટ ચારણકા ગામ ઉતર ગુજરાત બન્યો છે.

સ્વદેશી અપનાવીને દેશને વધુ મજબૂત બનાવીએ

આજ ઉત્તર ગુજરાતમાં ઓટો મોબાઈલની મારૂતિ સુઝુકી જેવી કંપની સ્થાપના બાદ અલગ ઓળખ ઊભી થઈ છે. વાઈબ્રન્ટ સમિટ બે દાયકાની સફર હવે જિલ્લા લેવલ સુધી લઈ જવાનો પ્રયાસ છે. સૌરાષ્ટ્ર રાજકોટમાં એન્જિનિયરિંગ, મરીન પ્રોજેક્ટ કોન્ફરન્સ યોજાશે. દક્ષિણ ગુજરાત જવેલરી, ડાયમંડ જેવા પ્રોજેક્ટ પર કોન્ફરન્સ યોજાશે તથા મધ્યમ ગુજરાત સેમી કન્ડકટર, કેમિકલ જેવા પ્રોજેક્ટ પર કોન્ફરન્સ યોજાશે. તેમજ વોકલ ફોર લોકલ સાથે આગળ વધવાનું છે. તાજેતરમાં વડાપ્રધાને GST રાહત આપી છે. આ જાહેરાતથી સામાન્ય લોકોની બચતમાં વધારો થયો છે. સ્વદેશી અપનાવીને દેશને વધુ મજબૂત બનાવીએ.

આ પણ વાંચો: Kutch: અજબ પ્રેમની ગજબ કહાની જેવો કિસ્સો, પાકિસ્તાનનું પ્રેમી યુગલ ભાગીને ભારત આવ્યું

Tags :
Advertisement

.

×