Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGRC Mehsana: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદથી મહેસાણા રેલવેમાં મુસાફરી કરી

VGRC Mehsana: રેલવે મુસાફરી કરી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે ગુજરાત સરકારની મધ્યસ્થી સાથે કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે VGRC Mehsana: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી મહેસાણા સુધીની...
vgrc mehsana  કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદથી મહેસાણા રેલવેમાં મુસાફરી કરી
Advertisement
  • VGRC Mehsana: રેલવે મુસાફરી કરી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા
  • મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે
  • ગુજરાત સરકારની મધ્યસ્થી સાથે કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે

VGRC Mehsana: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી મહેસાણા સુધીની રેલવે મુસાફરી કરી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. આ અંગેની મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં ઉદ્યોગ તેમજ શિક્ષણ ક્ષેત્રના 17 દેશના અગ્રણીઓ એકસાથે મંચ પર આવશે અને ગુજરાત સરકારની મધ્યસ્થી સાથે કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સેમિનાર તેમજ પેનલ ચર્ચાઓના માધ્યમથી ઉદ્યોગપતિઓ અને તજજ્ઞો વિચારો રજૂ કરશે.

Advertisement

વાઈબ્રન્ટ સમિટની શરૂઆત ગુજરાતથી થઈ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અશ્વિની વૈષ્ણવે સંબોધન કરતા જણાવ્યું છે કે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત ગુજરાતથી થઈ હતી. આજ દેશના અનેક રાજ્યમાં શરૂ થઈ છે. ગુજરાતનો વિકાસ સમગ્ર વિશ્વએ જોયો છે. રેલવે દેશની લાઇફ લાઇન છે. ગ્રીન લોજિસ્ટક કરવાનું સૌથી મોટું માધ્યમ છે. છેલ્લા 11 વર્ષમાં ગુજરાતમાં 2764 કિમી રેલવે ટ્રેક બનાવ્યા છે. તથા ડેનમાર્ક દેશ જેટલા રેલવે નેટવર્ક માત્ર ગુજરાતમાં છે. ગુજરાતમાં રેલવેનું રોકાણ વધ્યુ છે. તેમજ ગુજરાતમાં નવા 87 રેલવે સ્ટેશને નવનિર્માણ કરવામાં આવી રહ્યાં છે. તથા 332 રેલવે બ્રિજ તૈયાર થઇ રહ્યા છે. બુલેટ ટ્રેનની કામગીરી ગુજરાતમાં ખૂબ ઝડપી થઇ રહી છે. ઓગસ્ટ 2027 દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ચાલે તેવો ટાર્ગેટ છે.

Advertisement

VGRC Mehsana: ગુજરાતમાં ફ્રેડ કોરિડોર કામ પૂર્ણ થયું

ગુજરાતમાં ફ્રેડ કોરિડોર કામ પૂર્ણ થયું છે. તથા આવનાર દિવસોમાં 31 રેલવે પ્રોજેક્ટની તૈયારી ચાલી રહી છે. સેમિકન્ડર માટે ગુજરાત હબ બની રહ્યું છે. તેમાં ગુજરાતમાં 4 પ્લાન્ટ છે. સાણંદ, ધોલેરામાં પ્લાન્ટ શરૂ થયા છે. તથા જાપાનની 30 કંપની ગુજરાતમાં રોકાણ કરવા જઈ રહી છે. ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચ્યુરિંગ ખૂબ માંગ જોવા મળી રહી છે. જેમાં ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચ્યુરિંગમાં સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક ઈકોસિસ્ટમ ગુજરાતમાં લાવવા અપીલ કરું છું. આ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત આવે તે જરૂરી છે.

Ai પણ ગુજરાત મોટું હબ બનવા જઈ રહ્યું

13 યુનિવર્સિટી સેમી કન્ડકટર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તથા Ai પણ ગુજરાત મોટું હબ બનવા જઈ રહ્યું છે. ક્લીન એનર્જી માટે ગુજરાત વિશ્વમાં અગ્રેસર છે. આ ગુજરાતની સૌથી મોટી તાકાત છે. વિશ્વ મોટા બદલાવ તરફ જઈ રહ્યું છે. બધાએ એક સાથે મળીને એક સાથે આગળ વધવાનું છે. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે ગુજરાતના મોટો રોલ રહેશે. હવે ભારત ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે. તથા વિકસિત ગુજરાતની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: VGRC Mehsana: ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું - CM ભૂપેન્દ્ર પટેલ

Tags :
Advertisement

.

×