Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGRC : વૈશ્વિક સમિટ પહેલાં પ્રાદેશિક સશક્તિકરણ

વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે.બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સકચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે, જેનું આયોજન જાન્યુઆરી 2026માં રાજકોટમાં થશે.
vgrc   વૈશ્વિક સમિટ પહેલાં પ્રાદેશિક સશક્તિકરણ
Advertisement
  • VGRC :કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને બીજી વાઇબ્રન્ટ Vibrant Gujarat Regional Conference (VGRC)-ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન, પ્રદેશમાં વિકાસ, રોકાણ અને નવી તકોને મળશે પ્રોત્સાહન
  • રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે બીજી રિજનલ કોન્ફરન્સ, કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર યોજાશે સેમિનાર
  • રાજકોટ ખાતે VGRC કાર્યક્રમ પહેલાં ડિસેમ્બર 2025માં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન

VGRC : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરી રહી છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે. બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ(Kutch) અને સૌરાષ્ટ્ર(Saurashtra)કેન્દ્રિત છે, જેનું આયોજન જાન્યુઆરી 2026માં રાજકોટમાં થશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-VGRC એ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફરન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફરન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે.

Advertisement

રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026એ યોજાશે બીજી VGRC, એ પહેલાં ડિસેમ્બરમાં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન

VGRC: બીજી VGRC (વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ) વિશે મુખ્ય માહિતી

કોન્ફરન્સનું આયોજન

  • સ્થળ: રાજકોટ
  • તારીખ: 8 અને 9 જાન્યુઆરી, 2026

મુખ્ય હેતુ: સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો.

કવર થતા પ્રદેશો

  • કચ્છ અને સૌરાષ્ટ્ર: આ પ્રદેશોની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્રમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.
  • મહત્વપૂર્ણ ભૂમિકા: કંડલા અને મુન્દ્રા જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ છે.

Vibrant Gujarat Regional Conference (VGRC) માટેના મુખ્ય કાર્યક્ષેત્રો

આ કોન્ફરન્સમાં નીચેના મુખ્ય કાર્યક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:

  • સિરામિક્સ
  • એન્જિનિયરિંગ
  • પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ
  • માછીમારી
  • પેટ્રોકેમિકલ્સ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ
  • ખનિજ
  • ગ્રીન એનર્જી
  • સ્કિલ ડેવલપમેન્ટ
  • સ્ટાર્ટઅપ્સ, MSMEs
  • પ્રવાસન અને સંસ્કૃતિ

પૂર્વ-આયોજન કાર્યક્રમો (જિલ્લા સ્તરે)

  • સમય: ડિસેમ્બર 2025
  • જિલ્લાઓ: અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર.

VGRC: કાર્યક્રમના મુખ્ય આયોજનો

સેમિનાર (કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા વિષયો પર)

MSME કોન્ક્લેવ

રિવર્સ બાયર સેલર મીટ (RBSM)

વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર (વ્યાપાર માટેના મેળાઓ)

પ્રથમ VGRC (મહેસાણા) ની સફળતાના આંકડા

આયોજનનું પાસુંવિગતો
રોકાણના પ્રસ્તાવ₹3.25 લાખ કરોડ
MoU પર હસ્તાક્ષર1,264
હાજરી29,000+ લોકો
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ440+ પ્રતિનિધિઓ, 80+ દેશોમાંથી
B2B મિટિંગ્સ160+
B2G મિટિંગ્સ100+
સ્ટાર્ટઅપ રોકાણ₹41.56 કરોડ (ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલ દરમિયાન)
નિકાસ માટે બિઝનેસ ઇન્કવાયરી₹500 કરોડથી વધુ (RBSM અંતર્ગત)

ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલ દરમિયાન ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ.

મહેસાણા ખાતે આયોજિત રિજનલ કોન્ફરન્સમાં 410થી વધુ પ્રદર્શકોએ ઇનોવેશન (નવીનતા) સાથે પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી. ઉદ્યમી મેળામાં 9,000થી વધુ ઉદ્યોગસાહસિકોને ₹900 કરોડથી વધુની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી, જ્યારે RBSM (રિવર્સ બાયર–સેલર મીટ) અંતર્ગત 850થી વધુ ગુજરાત બેઝ્ડ સેલર્સ સાથે 2,200થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું, જેના પરિણામે નિકાસ માટે ₹500 કરોડથી વધુની બિઝનેસ ઇન્કવાયરી થઈ. આ ગુજરાતની ઉદ્યોગસાહસિક ક્ષમતા સૂચવે છે.

આ પણ વાંચો:DyCM હર્ષભાઈ સંઘવીએ સુરત શહેરને 'નેત્રમ'થી સોંપી અદભૂત સુરક્ષા, સુરત પોલીસને નવું હથિયાર

Tags :
Advertisement

.

×