ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

War Mock Drill : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓની બેઠક

જિલ્લા કક્ષાએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમમથી સમીક્ષા કરાઈ છે. કલેક્ટર અને મનપા કમિશનર સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.
06:10 PM May 28, 2025 IST | Vipul Sen
જિલ્લા કક્ષાએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમમથી સમીક્ષા કરાઈ છે. કલેક્ટર અને મનપા કમિશનર સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.
Mockdrill_gujarat_first main
  1. આવતીકાલે ગુજરાતમાં ફરીથી યોજાશે વોર મોકડ્રીલ (War Mock Drill)
  2. આવતીકાલની મોકડ્રીલને લઈ મળી મહત્ત્વની બેઠક
  3. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાઈ બેઠક
  4. મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા
  5. સિવિલ ડિફેન્સનાં DGP સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત

War Mock Drill : આવતીકાલે ગુજરાતમાં ફરી એકવાર વોર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલની મોકડ્રીલને લઈ આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center) ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને મોકડ્રીલ અંગેની તૈયારીઓ અંગે સમીક્ષા-ચર્ચા કરી છે.

આ પણ વાંચો - Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી આયોજન

મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સનાં DGP સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત

પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે રાજ્યભરમાં વોર મોકડ્રીલનું (War Mock Drill) આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ (Dr. Jayanti Ravi), સિવિલ ડિફેન્સનાં DGP મનોજ અગ્રવાલ (Manoj Agarwal) સહિતનાં અધિકારીઓ, જિલ્લા કક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા છે. તૈયારીઓને લઈ વીસી મારફતે સમીક્ષા કરાઈ હોવાની માહિતી છે. ડો. જયંતી રવિએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરને (Operation Sindoor) આગળ વધારતું 'ઓપરેશન શિલ્ડ'નું (Operation Shield) આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમમથી સમીક્ષા કરાઈ છે. કલેક્ટર અને મનપા કમિશનર સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક-બે સ્થળે મોકડ્રીલ, બ્લેકઆઉટનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક જિલ્લામાં એક-બે સ્થળોએ મોકડ્રીલ યોજાશે. જિલ્લા કલેક્ટરોને મોકડ્રીલની સૂચના આપી છે. સેના અને જિલ્લા અધિકારીઓનાં સંકલનમાં મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલમાં (War Mock Drill) હવાઈ હુમલામાં પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે શું કરી શકાય તે અંગે લોકોને સમજ અપાશે. જિલ્લામાં એક-બે સ્થળે બ્લેકઆઉટ (Blackout) પણ કરાશે.

આ પણ વાંચો - Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે

જણાવી દઈએ કે, પાકિસ્તાન (Pakistan) સાથેનાં સરહદી રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. માહિતી અનુસાર, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ 7 મેનાં રોજ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મોકડ્રીલ થઈ હતી.

જાણો મોકડ્રીલમાં શું કરવામાં આવશે ?

> મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
> નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
> મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે
> હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
> નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.

આ પણ વાંચો - Corona Cases in Gujarat : વધતા કોરોના સંક્રમણ અંગે અ'વાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટનું નિવેદન

Tags :
Additional Chief SecretaryBlackoutDGP of Civil DefenseDr. Jayanti RaviGujaratGUJARAT FIRST NEWSHaryana and Jammu and KashmirManoj AgarwalOperation ShieldOperation SindoorPakistanPunjabRajasthanrevenue departmentSEOCState Emergency Operation CenterTop Gujarati NewsWar Mock Drill in Gujarat
Next Article