Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : બનાસકાંઠામાં જળબંબાકાર! વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્થિતિનો તાગ મેળવ્યો

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે, જેનાં કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
banaskantha   બનાસકાંઠામાં જળબંબાકાર  વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્થિતિનો તાગ મેળવ્યો
Advertisement
  1. Banaskantha માં ધોધમાર વરસાદને પગલે શંકર ચૌધરી એક્શન મોડમાં
  2. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા
  3. ભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે બનાસકાંઠાની મુલાકાતે
  4. અસરગ્રસ્તોને ઝડપી સહાય માટે સ્થાનિક તંત્ર સાથે કરશે મુલાકાત

Banaskantha : આજથી ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) 3 દિવસીય માનસૂન સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) બનાસકાંઠા જવા માટે રવાના થયા હતા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે, જેનાં કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પણ પાક નુકસાનની ભીતિ સેવાઈ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અસરગ્રસ્તોને ઝડપી સહાય માટે સ્થાનિક તંત્ર સાથે મુલાકાત કરશે એવી માહિતી છે.

આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને! રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Advertisement

Advertisement

માનસૂન સત્ર વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી Banaskantha પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) દાંતા, પાલનપુર, ડિસા સહિતનાં મોટાભાગનાં તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેનાં કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આથી, જિલ્લાની મુલાકાત લેવા માટે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) બનાસકાંઠા પહોંચ્યા છે. અહીં, અધિકારીઓ અને સ્થળ મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો. સાથે જ અસરગ્રસ્તોને ઝડપી સહાય મળી રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરશે એવી પણ માહિતી છે. જો કે, વિધાનસભા સત્ર ચાલતું હોવાથી શંકર ચૌધરી મોડી રાત્રે જ ગાંધીનગર પરત ફરશે.

આ પણ વાંચો - Gujarat Assembly : પ્રશ્નોત્તરી સિલેક્શન, TP મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ! મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

ભારે વરસાદથી 13 ગામ સંપર્ક વિહોણા, 500 થી વધુ લોકોનું સ્થળાંતર

જણાવી દઈએ કે, બનાસકાંઠામાં ભારે વરસાદથી 13 ગામ સંપર્ક વિહોણા થયા છે. જ્યારે 500થી વધુ લોકોનું સ્થળાંતર, 279 ગામમાં વીજળી ગુલ થઈ છે. 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRF ની વિવિધ ટીમો પણ તૈનાત કરાઈ છે જે વિવિધ સ્થળે રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરી રહી છે. રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સુઈગામથી વાવ, રાધનપુર, ભાભર સહિતના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. લોકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : 'હેલમેટ હટાવો' લખી માથે તપેલી પહેરી, કાકાના અનોખા વિરોધનો Video વાઇરલ!

Tags :
Advertisement

.

×