Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GHANDHINAGAR : નવા સચિવાલયમાં ઝેરોક્ષ ઓપરેટર અને આવ્યો સરકારી નોકરીનો વિચાર.. આ રીતે કર્યો કરોડોનો કાંડ...

અહેવાલ--રવિ પટેલ, અમદાવાદ ગાંધીનગરમાં નવા સચિવાલયમાં એક ઝેરોક્ષની દુકાનમાં ઝેરોક્ષ ઓપરેટરે લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવી દીધું છે. ઝેરોક્ષની દુકાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આ ઓપરેટરે સરકારી નોકરીની લાલચ આપીનો 27 લોકોના રૂપિયા લઈ જીપીએસસીમાં નોકરીની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા...
ghandhinagar   નવા સચિવાલયમાં ઝેરોક્ષ ઓપરેટર અને આવ્યો સરકારી નોકરીનો વિચાર   આ રીતે કર્યો કરોડોનો કાંડ
Advertisement

અહેવાલ--રવિ પટેલ, અમદાવાદ

ગાંધીનગરમાં નવા સચિવાલયમાં એક ઝેરોક્ષની દુકાનમાં ઝેરોક્ષ ઓપરેટરે લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવી દીધું છે. ઝેરોક્ષની દુકાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આ ઓપરેટરે સરકારી નોકરીની લાલચ આપીનો 27 લોકોના રૂપિયા લઈ જીપીએસસીમાં નોકરીની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલો ગાંધીનગર સેક્ટર 7 પોલીસે ફરિયાદ નોધીને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.

Advertisement

નોકરીની લાલચ આપી પડાવ્યા રૂપિયા

Advertisement

ગાંધીનગરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવી જનાર ભેજાબાજ ઝેરોક્ષ ઓપરેટરનું નામ શૈલેષ ઠાકોર છે. શૈલેષે નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.જેનો સંપર્ક અમદાવાદના ચાંદખેડામાં રહેતા અમિત ભાવસાર સાથે થયો હતો જે ઝેરોક્ષ મશીન રીપેર કરવાનું કામ કરતો હતો. એક દિવસ શૈલેષે અમિતને ફોન કરીને દુકાને બોલાવ્યો અને જણાવ્યું કે GPSCમાં વર્ગ-3ની ચાર જેટલી જગ્યા ખાલી છે. કોઈને નોકરી જોઈતી હોય તો 5 લાખ રૂપિયામાં કામ થઈ જશે.

પૈસા લઈને કોલ લેટર ન મળતા પોલીસ ફરિયાદ

શૈલેષની વાત સાંભળીને અમિતે આ માટે કોઈ ખાસ રસ દર્શાવ્યો નહતો. બાદમાં અમદાવાદમાં ઝેરોક્ષ મશીન રીપેર કરવા જતાં ત્યાંના દુકાન માલિકને વાત કરતા તેમને સરકારી નોકરી મેળવવામાં રસ દાખવ્યો અને તેમને શૈલેષનો સંપર્ક કર્યો. આમ એક બાદ એક 27 લોકોએ શૈલેષનો સંપર્ક કર્યો અને શૈલેષે દરેકની કેપેસિટી જોઈને દરેક પાસેથી 2થી 5 લાખ રૂપિયા લીધા. શૈલેષે પૈસા લીધાના 1.5 વર્ષ બાદ પણ કોઈને સરકારી નોકરીના કોલ લેટર ના મળતાં લોકોએ શૈલેષ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી.. લાંબા સમયથી લોકોને તેમના રૂપિયા ન મળતાં મધ્યસ્થી થયેલા અમિત ભાવસારે આ મામલે શૈલેષ ઠાકોર સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો----HARSH SANGHVI : “સ્પોર્ટ્સ એ તણાવ-ચિંતા દૂર કરવા અને માનસિક શાંતિ માટે જરૂરી”

Tags :
Advertisement

.

×