Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Usman Bhisti Case : ઉસ્માન ભિસ્તીની હત્યાના કેસમાં 11 વર્ષે ઐતિહાસિક ચુકાદો, 16 પૈકી 14 ને ફટકારાઈ આ આકરી સજા

ઉનામાં (Una) મુસ્લિમ સમાજના અગ્રણીની વર્ષ 2012 માં થયેલ હત્યાના કેસમાં (Usman Bhisti Case) ઉના સેશન્સ કોર્ટે (Una Sessions Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 16 આરોપી પૈકી 14 ને આજીવન કેદ ની સજા કોર્ટે ફટકારી છે. વર્ષ...
usman bhisti case   ઉસ્માન ભિસ્તીની હત્યાના કેસમાં 11 વર્ષે ઐતિહાસિક ચુકાદો  16 પૈકી 14 ને ફટકારાઈ આ આકરી સજા
Advertisement

ઉનામાં (Una) મુસ્લિમ સમાજના અગ્રણીની વર્ષ 2012 માં થયેલ હત્યાના કેસમાં (Usman Bhisti Case) ઉના સેશન્સ કોર્ટે (Una Sessions Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 16 આરોપી પૈકી 14 ને આજીવન કેદ ની સજા કોર્ટે ફટકારી છે. વર્ષ 2012 માં રમઝાન માસમાં (Ramzan) બનેલ આ ધટનાનો ઐતિહાસિક ચુકાદો પણ રમઝાન માસ, 2024 માં આવ્યો છે. આ કેસમાં એક બાળ આરોપી અને એક આરોપી જામીન પર બહાર આવી હાલ ફરાર છે.

ઉનામાં આવેલા વડલા ચોક પોલીસ સ્ટેશન નજીક વર્ષ 2012 માં રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણી એવા ઉસ્માન ભિસ્તીની (Usman Bhisti Case) કેટલાક ઇસમો દ્વારા તલવાર, ધારિયું અને કુહાડીના ધા મારીને નિર્મમ હત્યા કરાઈ હતી. જે તે સમયે ઉસ્માન ભિસ્તીની હત્યાને લઈ મુસ્લિમ સમાજમાં (Muslim community) ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ આરોપીઓને કડક સજા કરવા માગ કરી હતી. આ હત્યા કેસના ચુકાદા સમયે ઉના કોર્ટ બહાર મુસ્લિમ સમાજના લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. ત્યારે હવે 11 વર્ષે આ કેસમાં ઉના કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

Advertisement

ઉના સેશન્સ કોર્ટ

Advertisement

16 પૈકી 14 ને સજા, એક બાળ આરોપી અને એક હાલ ફરાર છે

માહિતી મુજબ, મુસ્લિમ અગ્રણી ઉસ્માન ભિસ્તીની હત્યાના કેસમાં પોલીસે (Wadla Chowk Police Station) કુલ 16 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી એક બાળ આરોપી હોવાથી તેનો કેસ બાળ અદાલતમાં ચાલી રહ્યો છે. જ્યારે અન્ય એક આરોપી જામીન પર બહાર આવી ફરાર થયો છે. ત્યારે હવે કોર્ટે 16 પૈકી 14 ને આજીવન કેદ અને રૂ. 6 હજાર 500 નો દંડ ફટકાર્યો છે. જે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે તેમના નામ આ મુજબ છે.

(1) સિકંદર દાદાભાઈ ઝાંખરા
(2) મલિક દાદાભાઈ ઝાંખરા
(3) સમશુદીન દાદાભાઈ ઝાંખરા
(4) હનીફભાઇ દાદાભાઈ ઝાંખરા
(5) રિઝવાન હનીફભાઇ ઝાંખરા
(6) નુરુદ્દીન અબુબકરભાઇ ઝાંખરા
(7) સલીમ દિલાવર ઝાંખરા
(8) તોહિદ કરીમખાન પઠાણ
(9) આસિફ સફિભાઈ પઠાણ
(10) અમીન ભીખુભાઈ સમા
(11) ઇમરાન દોસ્ત્મહમદ કોરેજા
(12) દિનેશ નાનજી ચૌહાણ
(13) મોશીન હનીફભાઇ ઝાંખરા
(14) ફારુખ મહંમદભાઇ શેખ

આ પણ વાંચો - Idar Dowry Case: ઈડરમાં મહિલાને ત્રાસ આપી રૂ.10 લાખનું દહેજ માંગતા પાંચ વિરૂધ્ધ નોંધાય ફરીયાદ

આ પણ વાંચો - Valsad : માત્ર રૂ. 600 માં બોગસ સરકારી દસ્તાવેજો બનાવતાં મસમોટા રેકેટનો પર્દાફાશ, 3 ઝડપાયા

આ પણ વાંચો - ગોંડલના વેરી તળાવમાં મહેસાણાના પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી મોત મીઠું કર્યું

Tags :
Advertisement

.

×