ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

organ donation : સિવિલમાં 157 મું અંગદાન, પિતાએ બ્રેઇન ડેડ યુવાન પુત્રનાં અંગોનું દાન કરી 3 ને નવજીવન આપ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 'ફાધર્સ ડે' ની પૂર્વ સંધ્યાએ એક હ્રદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. 26 વર્ષીય બ્રેઇનડેડ યુવકનાં પિતાએ પુત્રનાં અંગોનું દાન (organ donation) કર્યું હતું. પિતા એ અકસ્માતમાં ઇજા પામી બ્રેઇનડેડ થયેલ યુવાન પુત્રનાં અંગોનું દાન...
10:19 PM Jun 17, 2024 IST | Vipul Sen
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 'ફાધર્સ ડે' ની પૂર્વ સંધ્યાએ એક હ્રદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. 26 વર્ષીય બ્રેઇનડેડ યુવકનાં પિતાએ પુત્રનાં અંગોનું દાન (organ donation) કર્યું હતું. પિતા એ અકસ્માતમાં ઇજા પામી બ્રેઇનડેડ થયેલ યુવાન પુત્રનાં અંગોનું દાન...
Organ Donation - Ahmedabad Civil Hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 'ફાધર્સ ડે' ની પૂર્વ સંધ્યાએ એક હ્રદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. 26 વર્ષીય બ્રેઇનડેડ યુવકનાં પિતાએ પુત્રનાં અંગોનું દાન (organ donation) કર્યું હતું. પિતા એ અકસ્માતમાં ઇજા પામી બ્રેઇનડેડ થયેલ યુવાન પુત્રનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કરી પોતાનાં ઘરનો દીપક બુઝાતા બીજા 3 ઘરના દીપક ઝળહળતા કર્યા છે.

બે કિડની તેમ જ એક લીવરનું દાન

સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે થયેલ 157 માં અંગદાનની વાત કરીએ તો છુટક મજૂરી કામ કરતા 26 વર્ષીય યુવાનને 7 જૂન 2024 નાં રોજ બાઇક પર જતાં એક્સિડેન્ટ થતાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 15 જૂન 2024 ના રોજ ડોક્ટરોએ યુવાનને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. યુવાનનાં પરિવારમાં છૂટક મજૂરી કરતાં એવા તેમના પિતાને સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોની ટીમે પુત્રનાં બ્રેઇન ડેડ (brain dead) હોવા તેમ જ અંગદાન વિશે સમજાવતા તેમણે કઠણ હૃદયે સાથે પુત્રનાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ઉપરોક્ત, ઉક્ત અંગદાન થકી બે કિડની (Kidney) તેમ જ એક લીવરનું દાન કરવામાં આવ્યું છે.

સિવિલમાં કુલ 157 અંગદાતાઓ થકી 492 ને જીવનદાન

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ અંગદાનથી મળેલ કિડની તેમ જ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરુરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ 3 લોકોની જિંદગી આપણે બચાવી શકીશું. તેમણે એ પણ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનની ટીમ રાત-દિવસ કાર્યરત છે, જેના પ્રયત્નોથી છેલ્લા એક અઠવાડિયામાં બે અંગદાન (organ donation) સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 157 અંગદાતાઓ થકી કુલ 508 અંગો તેમ જ 4 સ્કીનનું દાન કરવામાં આવ્યું છે, જેના થકી 492 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

અહેવાલ- સંજય જોષી

આ પણ વાંચો - Panchmahal : જૈન તીર્થંકરની પ્રતિમાઓ ખંડિત થવા મામલે આખરે FIR, ગૃહરાજ્ય મંત્રીએ કહી આ વાત!

આ પણ વાંચો - પૂજ્ય મોરારી બાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા આહ્વાન કર્યું

આ પણ વાંચો - Ahmedabad : માત્ર 14 વર્ષીય નમ્રકુમાર 20 મીએ દીક્ષા લેશે, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Tags :
Ahmedabad Civil HospitalBrain-deadCivil Medicine Campusfathers dayGujarat FirstGujarati NewsKidney Hospitalkidneysliverorgan donationSuperintendent Dr. Rakesh Joshi
Next Article