ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ વિસ્તાર હેડક્વાર્ટર દ્વારા બાઇક રેલી યોજાઇ
બાઇક રેલી : ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ વિસ્તાર (ઉત્તર-પશ્ચિમ) હેડક્વાર્ટર દ્વારા 25 જાન્યુઆરી 24ના રોજ 48 બાઇકર્સના કાફલા સાથે 48 કિમીની વન-વે બાઇક રેલી યોજવામાં આવી હતી. બાઇકની આ રેલી આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો એક ભાગ છે. 48મા કોસ્ટ ગાર્ડ દિવસ પહેલા સમગ્ર ICG વિસ્તારમાં હેડક્વાર્ટર અને તેના એકમો દ્વારા આ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
હેડક્વાર્ટરથી નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી સુધીની બાઇક રેલી દેશભક્તિની લાગણી જગાડવા માટે યોજવામાં આવી હતી જે ત્યાંના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રેલી પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ખાસ નક્કી કરવામાં આવી હતી. આરઆરયુના વીસી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય ડો. બિમલ પટેલ દ્વારા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
બાઇકની રેલીનું નેતૃત્વ પ્રાદેશિક કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા દ્વારા કરવામાં આવ્યું હતું. RRU પહોંચ્યા પછી, ફ્લેગ ઓફિસર અને ICG ટીમે સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝના વિદ્યાર્થીઓ સાથે ICG પર RRU અને વિવિધ સંબંધિત દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- જુનાગઢ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો, રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લહેરાવાયો તિરંગો




