Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને મળી બેઠક, બેઠકમાં મહંત મહેશગિરીએ ઉઠાવ્યા સવાલ

અહેવાલ -સાગર  ઠાકર -જુનાગઢ  જૂનાગઢમાં દેવદિવાળીથી શરૂ થનાર ગિરનારની પરિક્રમાને લઈને વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી, વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાની બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી, પરિક્રમાના પાંચ...
જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને મળી બેઠક  બેઠકમાં મહંત મહેશગિરીએ ઉઠાવ્યા સવાલ
Advertisement

અહેવાલ -સાગર  ઠાકર -જુનાગઢ 

જૂનાગઢમાં દેવદિવાળીથી શરૂ થનાર ગિરનારની પરિક્રમાને લઈને વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી, વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાની બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી, પરિક્રમાના પાંચ દિવસ અગાઉ બેઠક બોલાવાય તેને અયોગ્ય ગણાવી એક મહિના પહેલાં બેઠક બોલાવી હોય તો તૈયારી થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જો કે વહીવટી તંત્ર દ્વારા એક મહિનાથી તૈયારી ચાલી રહી હોવાનું જીલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું હતું પરંતુ સાધુ સંતોમાં તંત્રની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો, દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજીએ ત્યાં સુધી જણાવ્યું કે શું તંત્ર સરકારની નામોશી કરવા માંગે છે, શું સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે... આ સાથે સાધુ સંતો દ્વારા પરિક્રમામાં વિધર્મી ન આવે તેનું તંત્ર ધ્યાન રાખે તેવું સૂચન કરવામાં આવ્યું અને સનાતન ધર્મના ઉત્સવોને દુષિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે સનાતન ધર્મની લાગણી ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અન્યથા સાધુસંતો કાળી પટ્ટી ધારણ કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

Image preview
આગામી 23 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજી સહીતના સાધુ સંતો તથા પરિક્રમા દરમિયાન ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

ગિરનારની પરિક્રમા કરવા આવતાં ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરિક્રમા પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે, પરિક્રમા રૂટ પર તંત્ર દ્વારા નિરિક્ષણ કરાયું છે અને અન્નક્ષેત્રો, પિવાના પાણી, સફાઈ, ટ્રાફીક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, તથા આરોગ્ય લક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે પણ જરૂરી છે અને સફાઈ માટે વ્યવસ્થા અંગે ખાસ ચિંતા કરવામાં આવી છે કારણ કે જ્યારે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતાં હોય ત્યારે કોઈ રોગચાળો ન ફેલાઈ તેના માટેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત યાત્રીકોને જૂનાગઢ તથા ભવનાથ તળેટી સુધી પહોંચવા માટે એસટી બસની સુવિધા તથા અન્નક્ષેત્ર માટે પુરતાં પ્રમાણમાં દૂધ, પાણી તથા અનાજ અને શાકભાજીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરિક્રમા દરમિયાન કોઈપણ ચીજવસ્તુઓના બમણા ભાવ ન લેવાય અને નિયત ભાવે જ ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત ફુડ વિભાગ દ્વારા પણ પરિક્રમા દરમિયાન ચેકીંગ કરવામાં આવશે.

Image preview
સામાન્ય રીતે કારતક માસની અગિયારસ એટલે કે દેવદિવાળી થી પરિક્રમાની શરૂઆત થાય છે પરંતુ ઘણા લોકો બે ત્રણ દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરે છે ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો પરિક્રમા તેના નિયત સમયમાં જ શરૂ કરે અને તંત્રને સહયોગ કરે જેના માટે પોલીસ તથા વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી ભવનાથ તળેટીમાં અને પરિક્રમાના જંગલના રૂટ પર ટ્રાફીક નિયમન થઈ શકે અને યોગ્ય વ્યવસ્થા જાળવી શકાય.

Image preview
સામાન્ય રીતે જ્યાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની હોય ત્યાં આગોતરૂ આયોજન જરૂરી હોય છે અને તેના માટે મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ કરવી પડતી હોય છે, તંત્ર દ્વારા સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ સાથે સંકલન માટે પરિક્રમાના એક મહિના અગાઉ એટલે કે દિવાળી પહેલાં જ એક બેઠકનું આયોજન થતું હતું જેથી કોઈ સૂચનો આવે તો તેના પર કાર્યવાહી કરવાનો સમય મળી રહે પરંતુ તંત્ર દ્વારા પરિક્રમા શરૂ થવાને માત્ર પાંચ દિવસની વાર છે ત્યારે છેલ્લી ઘડીએ બેઠક બોલાવવામાં આવતાં સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓમાં તંત્ર પ્રત્યે નારાજગી પ્રવર્તી છે, આવી સ્થિતિમાં તંત્ર ધારે તો પણ હવે કોઈ કાર્યવાહી નહીં કરી શકે તેવો મત વ્યક્ત થયો હતો દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજીએ તંત્રને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે એક તરફ સરકાર આઝાદીના અમૃત મહોત્વની ઉજવણી કરી છે અને અનેક યોજાનાઓ થકી લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે શું તંત્ર સરકારની નામોશી કરવા માંગે છે... શું સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, સનાતન ધર્મના ઉત્સવોને દુષિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પરિક્રમામાં વિધર્મી ન આવે તેનું તંત્ર ધ્યાન રાખે અને સનાતન ધર્મની લાગણી ધ્યાનમાં રાખીને પરિક્રમાનું આયોજન કરવામાં આવે અન્યથા સાધુસંતો કાળી પટ્ટી ધારણ કરશે.

આ  પણ  વાંચો -મેચ જોવા આવનારા દેશ વિદેશના દર્શકોને અમદાવાદના જોવાલાયક સ્થળો નિહાળવા અપીલ

Tags :
Advertisement

.

×