Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં જોવા મળી અનોખી ઘટના,શ્વાનોએ દીપડાને દોડાવ્યો

સુરતના માંગરોળમાં દીપડો-શ્વાન આમને-સામને શિકારની શોધમાં આવેલ દીપડાને શ્વાને ભગાડ્યો વેરાકુઈ ગામ ખાતે રાત્રે દીપડા પાછળ પડ્યા શ્વાન ટ્રક ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો વીડિયો દીપડાઓ શિકારની શોધમાં આવે છે રહેણાંક વિસ્તારમાં     સુરતથી એક ચોંકાવનારો છતાં રસપ્રદ...
સુરતમાં જોવા મળી અનોખી ઘટના શ્વાનોએ દીપડાને દોડાવ્યો
Advertisement

સુરતના માંગરોળમાં દીપડો-શ્વાન આમને-સામને
શિકારની શોધમાં આવેલ દીપડાને શ્વાને ભગાડ્યો
વેરાકુઈ ગામ ખાતે રાત્રે દીપડા પાછળ પડ્યા શ્વાન
ટ્રક ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો વીડિયો
દીપડાઓ શિકારની શોધમાં આવે છે રહેણાંક વિસ્તારમાં

Advertisement

Advertisement

સુરતથી એક ચોંકાવનારો છતાં રસપ્રદ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક દીપડો જોવા મળી રહ્યો છે જેને કેટલાંક શ્વાન દ્વારા અહી-તહી દોડાવવામાં આવી રહ્યો છે. સુરતના માંગરોળમાં જંગલ છોડીને ગામમાં આવેલ ખૂંખાર દીપડાને શ્વાનોએ દોડાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના માંગરોળના વેરાકુઈ ગામ ખાતે ગતમોડી રાત્રે શિકારની શોધમાં એક દીપડો ગામમાં આવી ચઢ્યો હતો. જોકે, શિકારની શોધમાં આવેલ દીપડા પાછળ ગામના શ્વાન પડ્યા હતા. બાદમાં, શ્વાનો પાછળ પડતા દીપડાએ શિકાર કર્યા વગર જ જંગલમાં પરત ફરવું પડ્યું હતું.

એક ટ્રક ચાલકે શ્વાનો અને દીપડા વચ્ચે ચાલી રહેલ સંઘર્ષની આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. સુરત જિલ્લામાં અવાર નવાર દીપડાઓ જંગલ છોડી માનવ રહેણાક વિસ્તારમાં આવી શ્વાનો, મરઘીઓનો શિકાર કરતા હોય છે. જોકે આ વખતે તો ખુદ દીપડાએ શ્વાનો આગળ શરણાગતિ સ્વીકારીને પાછા જવું પડ્યું છે.

આ પણ વાંચો -31 ડિસેમ્બર ને લઇ વડોદરા શહેર માં ઠેર ઠેર ચેકિંગ

Tags :
Advertisement

.

×