Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલના ગુંદાળા રોડ પર થી સગીર વયની બાળાનું અપહરણ , અપહરણકર્તા ઉપલેટા પાસે થી ઝડપાયો.

અહેવાલ-વિશ્વાસ ભોજાણી,ગોંડલ  ગોંડલ શહેરમાં ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે ગોંડલ શહેર ના ગુંદાળા રોડ પર થી એક સગીર વય ની બાળાનું અપહરણ થયા ની ઘટના સામે આવી હતી જેમાં DYSP અને શહેર પોલીસ ના ઇન્ચાર્જ PI સર્વેલન્સ સ્ટાફે...
ગોંડલના ગુંદાળા રોડ પર થી સગીર વયની બાળાનું અપહરણ   અપહરણકર્તા ઉપલેટા પાસે થી ઝડપાયો
Advertisement

અહેવાલ-વિશ્વાસ ભોજાણી,ગોંડલ 

ગોંડલ શહેરમાં ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે ગોંડલ શહેર ના ગુંદાળા રોડ પર થી એક સગીર વય ની બાળાનું અપહરણ થયા ની ઘટના સામે આવી હતી જેમાં DYSP અને શહેર પોલીસ ના ઇન્ચાર્જ PI સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ ટિમો બનાવી ઉપલેટા ના ઢાંક ગામે થી ભોગબનનાર અને અપહરણકર્તા ને ઝડપી પાડ્યા હતા.

Advertisement

Advertisement

ઉપલેટા ના ઢાંક ગામે થી ઝડપી પાડ્યો

ગોંડલ શહેર ના ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ નજીક રહેતી સગીર વય ની બાળા નું ગત તારીખ 5 ઓગસ્ટ ના દિવસે અપહરણ થયું હતું આસપાસ વિસ્તાર માં તપાસ હાથ ધરતા સગીર બાળા ની બાજુમાં જ રહેતો અમીત ભુપત પરમાર ઉ.વ.22 વાળો અપહરણ કરી ને નાસી ગયો હોવાનું ખુલતા શહેર પોલીસ ના સર્વેલન્સ સ્ટાફે ટીમ બનાવી આરોપી અમિત ને ગઈ કાલે 9 ઓગસ્ટના ઉપલેટા ના ઢાંક ગામે થી પકડી પાડ્યો હતો અને ભોગ બનનાર બાળાને છોડાવી હતી આરોપી અમિત વેલ્ડીંગ કામ કરે છે અમિત ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેર પોલીસે અલગ અલગ ટિમો બનાવી ઝડપી પાડ્યો.

ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા,ઇન્ચાર્જ PI એ.સી.ડામોર,ASI મોહિતભાઈ સિંધવ, હેડકોન્સ્ટેબલ હાર્દિકભાઈ કેરાળિયાં, રમેશભાઈ, વિપુલભાઈ ગુજરાતી, જયસુખભાઈ ગરાંભડિયા, ઓમદેવસિંહ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, નયનભાઈ, પૃથ્વીરાજસિંહ સહિત ના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-જસદણ : સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા અને શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

Tags :
Advertisement

.

×