Bharuch : ચૂંટણી ટાણે આંગણવાડીની વર્કરો પડતર માંગણીઓને લઈ ફરી મેદાનમાં
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ
દરેક ચૂંટણીમાં આંગણવાડીની બહેનોને લોલીપોપ આપવામાં આવે છે લોકસભાની ચૂંટણી ટાણે જ ફરી એકવાર આંગણવાડીની બહેનો પડતર માંગણીઓને લઈને મેદાનમાં ઊતરી છે ભરૂચ કલેકટર કચેરી એક હજારથી વધુ આંગણવાડીની બહેનોએ ગજવી મૂકી છે અને આવનાર સમયમાં સરકાર તેમની માંગણી નહીં સંતોષે તો આંદોલનનો માર્ગ અપનાવનાર હોવાની ચીમકી સાથે લેખિત આવેદનપત્ર પાઠવી દીધું છે
આંગણવાડી વર્કરની બહેનોનું આંદોલન
આંગણવાડી વર્કરની બહેનો ચૂંટણી ટાણેજ પોતાની માંગણીઓ લઈ અવાજ ઉઠાવતા હોય છે અને ચૂંટણી વેળા સરકાર પણ તેઓની માંગણીઓ સંતોષી છે તેઓ લોલીપોપ આપી દેતા હોય છે જેના કારણે આંગણવાડી વર્કરની બહેનોનું આંદોલન ઠંડુ પડી જતું હોય છે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે વિધાનસભાની ચૂંટણી ટાણે આંગણવાડી વર્કર બહેનોને આપેલો લોલીપોપ બાદ ફરી એકવાર લોકસભાની ચૂંટણી ટાણે આંગણવાડી વર્કરની બહેનો મેદાનમાં ઊતરી છે અને પોતાની પડતર માંગણીઓને લઈ કલેકટર કચેરી ગજવી મૂકી છે
ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર 1000થી વધુ બહેનોએ ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી જેમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્યના ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે મીડિયા સમક્ષ કહ્યું કે આંગણવાડી વર્કરની બહેનોને રાત્રે 12:00 વાગ્યા સુધી કામ કરવું પડે છે અને છેલ્લા એક માસમાં આંગણવાડીની બહેનોએ પોષણ માસ નહીં પરંતુ શોષણ માસ તરીકે કામ કર્યું હોવાના આક્ષેપ સાથે બે દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં અને ગુજરાત ભરમાં આંગણવાડી વર્કરો લેખિત આવેદનપત્ર પાઠવશે અને છતાંય જો સમસ્યાનો અંત નહીં આવે તો આંદોલન કરીને પણ પોતાની માંગણીઓ સંતોષવાના પ્રયાસ કરનાર હોવાનું કહ્યું હતું
સરકારે જન્મદિવસ ઉજવવામાં આંગણવાડીઓ ડુબાડી હોવાના આક્ષેપ : રાગીણી પરમાર
ભરૂચ કલેકટરમાં આવેદનપત્ર સુપ્રેત કરવા આવેલા આંગણવાડી વર્કરના રાજ્ય ઉપપ્રમુખ રાગીણીબેન પરમારએ આક્ષેપ કર્યો છે કે સરકારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને પૂરનું સંકટ ઊભું કર્યું સંખ્યા બંધ આંગણવાડીઓ ડૂબી ગઈ અને તેમાં રહેલું અનાજ લોટ ચણા સહિતનું નષ્ટ થઈ ગયું આંગણવાડી કાદવ કિચડના સામ્રાજ્યથી ભરપૂર હતી તેવી આંગણવાડી પણ આંગણવાડી વર્કરની બહેનોએ સાફ સફાઈ કરીને પણ ફરી એકવાર આંગણવાડી શરૂ કરી છે અને તેવામાં નહીં જેવું વેતન બહેનો માટે શોષણ સમાન હોવાનો આક્ષેપ કર્યો છે
દર ચૂંટણી વખતે સરકાર માત્ર આંગણવાડી વર્કરોને લોલીપોપ જ આપે છે :રાગીણી પરમાર
ચૂંટણી ટાણેજ આંગણવાડી વર્કરો એટલા માટે આંદોલન કરવા મેદાનમાં ઉતરે છે કે ચૂંટણીનું કામ પણ સોંપવામાં આવે છે અને દર ચૂંટણી વખતે અમને અમારા ઉપરી અધિકારીઓને ઠાલા વચનો અને સમસ્યા હલ કરવાનો લોલીપોપ આપે છે પરંતુ આ વખતે આંગણવાડી વર્કરની બહેનોએ સમાન કામ સમાન વેતનનું આંદોલન ઉગ્ર બનાવશે અને ન્યાય મેળવીને જમ્પિશુ..? તેઓએ કહ્યું હતું
આ પણ વાંચો -


