Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : UN મહેતા હોસ્પિટલમાં કારચાલક મહિલા તબીબે ટક્કર મારતાં 45 વર્ષીય મહિલાનું મોત

Ahmedabad : અમદાવાદની UN મહેતા હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની પરિસરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. કેન્ટીન પાસે એક કારચાલક તબીબની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. UN મહેતા હોસ્પિટલમાં તબીબની કારથી મહિલાનું મોત થતાં હોબાળો મચ્યો...
ahmedabad   un મહેતા હોસ્પિટલમાં કારચાલક મહિલા તબીબે ટક્કર મારતાં 45 વર્ષીય મહિલાનું મોત
Advertisement

Ahmedabad : અમદાવાદની UN મહેતા હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની પરિસરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. કેન્ટીન પાસે એક કારચાલક તબીબની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. UN મહેતા હોસ્પિટલમાં તબીબની કારથી મહિલાનું મોત થતાં હોબાળો મચ્યો હતો. મૃતકનો પરિવાર બાળકની સારવાર માટે UN મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) આવ્યો હતો. મૃતક મહિલા દેવભૂમિ દ્વારકાની વતની છે. આ મામલે F ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.

હોસ્પિટલની કેન્ટિંગ પાસે મહિલા તબીબે અકસ્માત સર્જ્યો

અમદાવાદની (Ahmedabad) યુએન મહેતા હોસ્પિટલ પરિસરમાં અક્સમાતનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલનાં પાછળનાં ભાગે આવેલ કેન્ટીન નજીક એક મહિલા તબીબે તેની કારથી ત્યાંથી પસાર થતી 45 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાને ગંભીર રીતે ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતનાં પગલે હોસ્પિટલનાં પરિસરમાં લોકોની ભીડ ભેગી થઈ હતી. આ મામલે F ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર મહિલા તબીબ સામે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દ્વારકાનો પરિવાર બાળકની સારવાર અર્થે un હોસ્પિટલ આવ્યો હતો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મૃતક મહિલા અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી (Devbhoomi Dwarka) UN મહેતા હોસ્પિટલ 8 વર્ષનાં બાળકની સારવાર અર્થે આવ્યો હતો. જો કે, મહિલાનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. પરિવારે અકસ્માત સર્જનાર મહિલા તબીબ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. F ટ્રાફિક પોલીસ (F traffic police station) આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : અધિકારી પાસે અનેક લોકર! પેટ્રોલ-ડીઝલનાં જથ્થાને બદલે ગેમઝોનમાં હતો આ પદાર્થ

આ પણ વાંચો - Ahmedabad: AMTS નો થયો ફરી અકસ્માત, ડ્રાઇવર ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

આ પણ વાંચો - Weather Report : સુરત-નવસારીમાં વહેલી સવારે મેઘમહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×